________________
[ ૧૬૦ ].
શ્રી કપૂરવિજયજી પ્રકૃતિને માફક આવે એવા યોગ્ય ભેજનની સાથે તેમની અલાયદી સગવડ કરવી કે જેથી તપવડે દુર્બળ પ્રકૃતિવાળાની ભક્તિને પણ લાભ ઠીક લઈ શકાય. પચી ન શકે એવા ભારે પડતા ભેજનથી તસ્પવીના શરીરની ખરાબી જ થાય છે તે વાત ભક્તિ કરવા ઈચ્છનારે તેમ જ તપસ્વીજનેએ ખૂબ લક્ષમાં રાખવી. બે કવળ ( કેળિયા ) ઊણા રહેવામાં જ મજા રહે છે. રુચિ વગર એક કવળ પણ અધિક ભેજન કરવાથી નવી ઉપાધિ ખડી થાય છે. તે ન થાય અને શરીરને ગ્ય પોષણ મળવાથી શાતા બની બની રહે તે રીતે પ્રવર્તવામાં જ હિત છે.
૩. તપસ્યાથી તો અનેક પ્રકારના લાભ થવાનો સંભવ છે, પરંતુ જે તે વિવેકપૂર્વક ક્રમસર શક્તિ અનુસારે કરવાનું લક્ષ ૨ખાય તો જ વખત ઉપર દેખાદેખીથી મેટી તપસ્યા કરવા કઈક ભાઈબહેને દોરાઈ જાય છે, તેમાં કોઈ વખતે ઉત્સાહયેગે તેઓ ફાવી જાય છે, પરંતુ શક્તિનું ઉલ્લંઘન કરી મટી તપસ્યા કરવાવડે જોઈએ તેવી ભાવની વૃદ્ધિ ટકી શકતી નથી; તેથી વિવેકપૂર્વક ધીમે ધીમે તપસ્યામાં આગળ વધવું લાભ દાયક લેખાય છે. અનુક્રમે તપનો અભ્યાસ પાડવાથી શરીરબળ ટકી રહે છે અને મન મજબૂત બનતું જાય છે. તનમનને મેલ (મળ) બાળી આત્માને શુદ્ધ-નિર્મળ બનાવે તે તપ ઉત્તમ છે.
(૧) અનશન (ઉપવાસ પ્રમુખ), (૨) ઊણેદરી (અપ–પરિમિત ભેજનથી સંતોષ), (૩) વૃત્તિક્ષેપ (થડી પરિમિત વસ્તુઓથી જ નિર્વાહ ચલાવી લેવ), (૪) રસત્યાગ (વિકાર ઉપજાવે અને અહિત કરે એવા પદાર્થને ત્યાગ), (૫) દેહદમન