________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૫૯ ]. શ્રદ્ધાળુ જૈન બંધુઓ તથા બહેને પ્રત્યે
સમયોચિત બે બેલ. પ્રિય બંધુઓ તથા બહેન ! હિતબુદ્ધિથી જે બે બોલ સૂચનારૂપે જણાવવા પ્રવૃત્તિ થાય છે તે હિતરૂપ લાગે તો તેને યથોચિત આદર જાતે કરી આપણું સ્વજન કુટુંબીજનેને પણ તે આદરવા જણાવશે.
૧. પર્યુષણ પ્રસંગે સહુકોઈ ભાઈબહેને યથાશક્તિ છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, પાલખમણ કે માસખમણાદિક તપસ્યા કરવા ઈચ્છા રાખે છે-ઈચ્છે છે, પરંતુ ખર્ચ કરવાની શક્તિના અભાવે મનમાં સંકેચ પામી મુંઝાય છે અને તપસ્યાને પણ લાભ લઈ શકતા નથી. આના કરતાં ઉચિત છે કે દરેક શહેર કે ગામના સંઘમાં આગેવાની ધરાવતા ભાઈઓ તથા બહેનોએ એકઠા મળી સભામાં જાહેર કરી દેવું જોઈએ કે –“જે કોઈ શ્રદ્ધાવંત ભાઈબહેનને ગમે તે પ્રકારની તપસ્યા કરવાના ભાવ હોય તેણે સુખેથી ઈચ્છા મુજબ કઈ પ્રકારને કેચ રાખ્યા વગર તપસ્યા કરવી. સંઘમાંથી કોઈ પણ તેની ટીકા કે નિંદા કરશે નહિ. તેમ છતાં અજ્ઞાનતાથી કે તેની ટીકા કે નિંદા કરશે તેને શ્રી સંઘ ઠપકે દેશે.” શાસનની ઉન્નતિ યા પ્રભાવના અર્થે જેમને કંઈ ખર્ચ કરવા ઈચ્છા જ હોય તેમને શક્તિ મુજબ ખર્ચ કરવાની છૂટ છે, પરંતુ જે તેવું ખર્ચ ન કરી શકે તેમની નકામી ટીકા કે નિંદા કેઈએ કરવી નહિ.
૨. પર્યુષણાદિ પ્રસંગે નકારશી પ્રમુખ સંઘજમણ કરવાનું હોય ત્યારે તપસ્વજનની તબીયત બગડે નહીં અને