________________
[ ૧૫૮ ]
શ્રી કપૂરવિજયજી ભાવદયા, સ્વરૂપદયા, હેતુદયા ને અનુબંધદયા એમ અનેકવિધ દયાને સમજી લેવી જોઈએ.
૧૦. પોતાના દ્રવ્યપ્રાણની રક્ષા તે સ્વ(દ્રવ્ય)દયા, ને પરના દ્રવ્યપ્રાણની રક્ષા પર(દ્રવ્ય)દયા તથા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક ભાવપ્રાણની રક્ષા કે વૃદ્ધિ કરવી તે ભાવદયા, રાગ, દ્વેષ, મહાદિક દોષને ટાળી, શુદ્ધ સ્ફટિક સમે આત્માને શુદ્ધ નિષ્કષાય સ્વભાવ પ્રગટ કરવો તે નિશ્ચયદયા અને તેને નિશ્ચિત લાભ મળે એવાં શાસ્ત્રોક્ત સાધન સેવવાં–આદરવાં– અવલંબવાં તે વ્યવહારદયા ગણાય છે.
૧૧. અશુભ કે અશુદ્ધ વ્યવહારને તજી શુભ ને શુદ્ધ વ્યવહારનું જ પાલન કરવું તે દ્રવ્યદયા કહેવાય છે.
૧૨. સ્પષ્ટ દેખાવ રૂપે જેમાં પ્રાણહાનિ નહિ પણ પ્રાણુરક્ષા થતી હોય તેને સ્વરૂપદયા જાણવી.
૧૩. જે જે શુભ સાધન જીવરક્ષા માટે જવા–આદરવા જ્ઞાની પુરુષેએ કહ્યાં છે તેને તેવા જ શુભ લક્ષ્યથી વિવેકપૂર્વક આદર કરવામાં આવે તે હેતુદયા કહેવાય છે.
૧૪. જેથી પરિણામે દયાધર્મને લાભ મળે એવાં સઘળાં આજ્ઞાકારી અનુષ્ઠાને અનુબંધદયારૂપે છે.
૧૫. એથી ઊલટા બધા સ્વછંદવશ થતા હિંસાના પ્રકારોને સમજી સુજ્ઞ જનેએ જરૂર તજવા જોઈએ.
[ જેધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૨૦૮ ].