________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૫૭ ] ૨. અનેક પ્રકારે પ્રમાદવશ મનથી, વચનથી ને કાયાથી પ્રાણહિંસાને સમજપૂર્વક તજી, સાવધાનપણે સદ્દવિચાર, વાણું ને આચારના પાલનથી દયાને લાભ મળે છે.
૩. દયાધર્મને દાવો કરનાર દરેક આત્માએ તેનું વિશાળ સ્વરૂપ જાણી લેવું જોઈએ.
૪. “પહેલું જ્ઞાન ને પછી દયા-કિયા” એ આગમવચન બહુ મનન કરવા જેવું છે.
૫. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય–શક્તિ ને ઉપગ એ જ આત્માનું લક્ષણ તે મેહ ને અજ્ઞાનના જોરથી ભૂલાઈવિસરાઈ ગયું છે તેને તાજું કરવું જોઈએ.
૬. જ્ઞાન, દર્શન, ચારિત્ર ( સંયમ) ને તપને યથાશક્તિ અભ્યાસ કરવાથી ભૂલી જવાયેલા આત્માનું ભાન થવા પામે છે. તેની દઢ પ્રતીતિ થયે અનુક્રમે તે સ્વરૂપ થવાય છે, એટલે સતત અભ્યાસ ને વૈરાગ્યના બળથી પૂર્ણતા પમાય છે.
૭. પોતે પિતાને જ ભૂલે એ કેટલું બધું સખેદ આશ્ચર્ય! મોહની કેટલી બધી પ્રબળતા?
૮. રાગ, દ્વેષ અને કોધાદિક કષાય એ સર્વ મેહનો જ પરિવાર આત્માને ભૂલાવામાં નાખી, જીવને સાચા સ્વાભાવિક માર્ગથી ચૂકવી, ખોટા વિપરીત રસ્તે ચઢાવી દે છે, તેથી જ શાણા માણસો આપ્તપુરુષનાં હિતવચનને અનુસરી, ચેતીને ચાલે છે.
૯. સ્વદયા, પરદયા, નિશ્ચયદયા, વ્યવહારદયા, દ્રવ્યદયા,