________________
[ ૧૫૬ ].
શ્રી કપૂરવિજયજી ઉલ્લાસપૂર્વક કરવામાં આવે છે, તે તેથી પરિણામે ઘણે આત્મલાભ મેળવી શકાય છે. સાધુજનેના અવલંબને ઘણું આત્મહિત સાધી શકાય છે. શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મનું સેવન કરી આત્મકલ્યાણ કરી શકાય છે. પશુ જેવી મોકળી વૃત્તિ તજી, યથાશક્તિ વ્રત પચ્ચખાણ કરવા આદર થાય છે.
વળી જે ભવ્યાત્માઓ જાગ્રત થઈ તપ, જપ, વ્રત, નિયમ સમજપૂર્વક આત્મકલ્યાણાર્થે કરતા હોય છે, તેમનું અનુમદન ને યથાશક્તિ અનુકરણ કરવા મન વધતું જાય છે, તે તેથી પણ અધિક અધિક લાભ સહેજે મેળવી શકાય છે. પર્યુષણનો વિશાળ અર્થ સમજી, શ્રદ્ધાપૂર્વક સાવધાનપણે સ્વજીવન સુધારવા ને મૈત્રીપ્રમુખ ભાવનાવડે અન્ય જીને પણ બને તેટલો ઉપકાર કરવા સતત ઉજમાળ રહેવું જોઈએ. મહાપુરુષનાં હિતવચનને હૃદયમાં અવધારી સ્વસ્વશક્તિ અનુસારે આત્મહિતનાં કૃત્યે સરલભાવે કરવાં જોઈએ. આપણે પાપતાપ ટળે, કેધાદિક કષાય ઉપશમે તથા નિર્મળ બંધ, શ્રદ્ધા ને સંયમગુણ જાગે એ લક્ષ્યથી પ્રવતી દરેક ધર્મ. કરણીની સાર્થકતા કરવી.
[જે. ધ. પ્ર. પુ૪૨, પૃ. ૭૯ [
પવાધિરાજ પર્યુષણ પ્રસંગે ધર્મપ્રેમીજનોએ પ્રેમપૂર્વક
પાન કરવા યોગ્ય હિત વચનામૃત. ૧. જીવદયા-અહિંસા એ આપણે પરમ ધર્મ સમજી સહુએ ડહાપણુથી આચરવા ગ્ય છે.