________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૫૫ ] અભિપ્રાય જણાવ્યું છે. શક્તિ હોય તેણે તે દિવસે પણ અવશ્ય ઉપવાસ થાય એવા મેળથી છઠ્ઠ અઠ્ઠમાદિ તપ કરે. પંચમીનું આરાધન કરનારને માટે આ વાત મરજીયાત નહીં પણ ફરજીયાત સમજવી.
પર્યુષણ કપ સંબંધી વિશેષ સમજુતી પર્યુષણું મહાભ્ય પ્રમુખ ગ્રંથના વ્યાખ્યાનથી સમજી, તેનું યથાવિધિ આરાધન કરવા સહુ ભાઈબહેનોએ સદા ઉજમાળ રહેવું જોઈએ.
પર્યુષણ પર્વની મહત્તા બીજા પ કરતાં ઘણું વધારે છે. મહિનાનું ઘર, પંદરનું ધર, અઠ્ઠાઈનું ધર અને તેલાધર વિગેરે અવાંતર પર્વ દિવસે તે મહાપર્વના પ્રભાવનું જ સમર્થન કરે છે અને ભવ્યજનોને ઉક્ત મહાપર્વનું પ્રમાદ તજી દઈને આરાધન કરવા જાગ્રત કરે છે.
તે પર્વમાં અમુક પુન્ય કાર્યો કરવાનાં ખાસ ઉપદેશેલાં છે. તેને ખરો હેતુ આપણાં તન, મન, વચનને સદુપયોગ કરી આત્માને પાવન કરવાનો છે. મેહ અને અજ્ઞાનવશ જીવ સ્વછંદપણે તન, મન, વચનને દુરુપયોગ કરતો રહે છે, તેથી આત્માના ખરા પ્રકાશ આડે આવરણ આવતાં હોવાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ અવરાય છે–પ્રગટ થઈ શકતું નથી. આવા પવિત્ર પર્વને પુન્ય-યેગ પામી સદગુરુસંગે આપણી ગંભીર ભૂલ સમજીને તેને સુધારી સાચા માર્ગે વળવાની આપણને ઉત્તમ તક મળે છે.
સુગુરુનાં હિતવચને હૈયે ધરી, સ્વકર્તવ્ય ધર્મ સમજી, શ્રદ્ધા ને વૈરાગ્યવડે જે તેનું સતત સેવન આળસ રહિત ને.