________________
[ ૧૫૪ ]
શ્રી કપૂરવિજયજી પર્યુષણ સંબંધી કંઇક ઝાંખી સમજુતી.
પ્રથમ પુરાણા વખતમાં જ્યાં સંત-સાધુ–મહાત્માઓ નવકલ્પી વિહારે વિચરતા વિચરતા કોઈ ગામનગરમાં વર્ષાઋતુની લગભગ સ્થિતિ–સ્થિરતા કરવા પધારતા ત્યારે તે તે સ્થળવાસી ભાવિક શ્રાવક જનો “હવે આપ અહીં જ સ્થિરતા કરશે ને ? એવું પૂછતા. તે વખતે પાપભીરુ તે મહાત્માઓ પોતાના નિમિત્ત લેકો આરંભ-સમારંભ કરી ન બેસે તેવા શુભાશયથી હાલ તો અમે પાંચ દિવસ ઠરશું” એમ પાંચ પાંચ દિવસની અભિવૃદ્ધિથી ત્યાં રહેવાનું સ્વીકારતા. એમ કરતાં અનુક્રમે વર્ષાકાળના ૫૦ દિવસ વ્યતિક્રાન્ત [ વ્યતીત ] થયે છતે તેઓ સર્વથા ત્યાં જ વર્ષાકાળ [ ચાતુર્માસ ] પૂરો થાય ત્યાં સુધી રહી જવાનું સ્વીકારી લેતા. તેનું નામ પર્યુષણ, એટલે કે અમુક સ્થાને વર્ષાકાળ સંપૂર્ણ રહી જવાને નિર્ણય.
પ્રથમ એ રીતે નિર્ણય ભાદરવા શુદિ પાંચમે થતો પણ અત્યારે તો ગુરુ ફરમાવે તે ક્ષેત્રમાં ચાતુર્માસ રહેવા પ્રથમથી નિર્ણય કરાય છે.
પર્યુષણાને બીજો અર્થ વાર્ષિક પર્વ. તે પણુ પુરાણ કાળે તો ભાદરવા શુદિ પાંચમનું હતું, પરંતુ કાલિકાચાર્ય મહારાજે તે “અંતરાવિ સે કમ્પઈ” એ સૂત્રવચનને અવલંબી પાંચમને બદલે ચોથનું કર્યું. ત્યારપછી જે કે વૃદ્ધ સંપ્રદાયમાં પણ થનું જ કરવામાં આવે છે, તે પણ તિથિ તરીકે પંચમીને અનાદર નહીં કરતાં તેને ઉચિત આદર કરવા સેનપ્રશ્ન અને હીરપ્રશ્ન જેવા પ્રમાણિક ગ્રંથમાં અસમર્થ આચાર્યોએ પિતાને