________________
[ ૧૬૨ ]
શ્રી રવિજયજી અજીર્ણાદિક વિકારથી શરીરમાં ભેગો થયેલો મળ તપસ્યા વડે દૂર થાય છે, શરીર શુદ્ધ-નિર્મળ થવાથી મન-વિચાર–બુદ્ધિ સુધરવા પામે છે અને વિચાર-બુદ્ધિ સુધર્યાથી વાચા-વાણી શુદ્ધપવિત્ર બને છે. એ રીતે આચાર, વિચાર અને વાણું શુદ્ધપવિત્ર બનવાથી અશુભ કર્મબંધ થતો અટકે છે અને શુભ અનુબંધ જ થાય છે, અથવા શુદ્ધ ઉપગવડે કર્મક્ષય-નિર્જરા કરી આત્મા નિર્મળ થઈ શકે છે. રાગ, દ્વેષ અને મેહ એ જ મહાદેશે ચીવટથી વજેવા
છે. જ્યારે એ મહાદેષો મૂળમાંથી સર્વથા ટળે છે ત્યારે જ આત્મા વીતરાગ અવસ્થા પામીને પરમાત્મપદગ્ય અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંત આનંદ અને અનંતવીર્ય– શક્તિ પ્રાપ્ત કરી અંતે અક્ષય, અવિનાશી નિર્વાણ-મક્ષપદ મેળવી શકે છે, જેથી જન્મ-મરણ સંબંધી સર્વ દુઃખનો અંત આવે છે.
ઉત્તમ પ્રકારની ક્ષમા, સમતા, સહનશીલતા, મૃદુતા, નમ્રતા, જુતા, સરળતા, નિર્લોભતા, જીતેંદ્રિયતા, સત્યરસિક્તા, પ્રમાણિકતા, પવિત્રતા, નિ:સ્પૃહતા અને સુશીલતા પૂક્તિ તપસ્યા સાથે ભવ્યાત્માને કલ્યાણકારી થવા પામે છે. જેમ રોગી માણસને નિજ રેગનિવારણાર્થે ઉત્તમ વૈદ્યનાં વચન અનુસાર વર્તન કરતાં હિત-શ્રેય સાંપડે છે, તેમ સંસારી જીવને પણ સર્વજ્ઞ પ્રભુનાં પવિત્ર વચન પ્રમાણે વર્તતાં જ સર્વ શ્રેય સંભવે છે.
[ રૈ. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૧૭૩]