________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૫૧ ] ૧૩૭. “ઉત્તમ સાધુ-સાધ્વીઓના સમુદાયની મર્યાદારૂપ ગચ્છાચાર” ને સદ્દગુરુ પાસે અર્થરૂપે સાંભળી, તેમ જ ગોદ્વહન વિાધવડે મોક્ષમાર્ગ સાધક સાધુ સમીપે સૂત્રરૂપે ગ્રહણ કરી, આત્માનું હિત ઈચ્છતા સાધુ-સાધ્વીઓ જેમ આમાં વર્ણવ્યું છે તેમ સમાચરણ કરો. ” - શ્રીમદ્ આનંદવિમળસૂરિના અંતેવાસી શ્રીમાન વાનર ઋષિએ રચેલી શ્રી ગચ્છાચાર પ્રકીર્ણકની સવિસ્તર ને સુબેધ ટીકાના આધારે ખપી જાના હિત માટે આ સંક્ષિપ્ત વ્યાખ્યા લખી છે. આગમના જાણકારએ તે કૃપા કરી શોધવી. મૂશરોમણિ એવા મારો દોષ ન જોતાં હંસચંચૂન્યાયે સારગ્રાહી થવું. આમાં જે કાંઈ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય કે વ્યાખ્યા કરી હોય તેને ત્રિવિધ ત્રિવિધ મિથ્યાદુકૃત હા.
કૃતજ્ઞતા-અભ્યાસરુચિ ભાવનગરનિવાસી સુશ્રાવક કુંવરજી. ભાઈએ છેલ્લા ચાતુર્માસ દરમિયાન સ્વાધ્યાય અર્થે આણું આપેલી ગચ્છાચારની એક છાપેલી સટીક પ્રતના આધારે આ સંક્ષિપ્ત વ્યાખ્યા યથામતિ લખવામાં આવી છે. તેમાં જે કાંઈ ખલના થયેલી દષ્ટિગત થાય તે મધ્યસ્થષ્ટિવંત વિદ્વાન જ નિ:સ્વાર્થપણે સુધારવા અનુગ્રહ કરે એમ ઈછી અને ચાલુ સમયે સંયમમાર્ગમાં વધતી જતી શિથિલતા દૂર કરવા શાસનરસિક સાધુઓ તથા સાધ્વીઓ સુસજજ થઈ અન્યને માર્ગદર્શક બનો એમ પ્રાથી વિરમું છું. (ભાવનગર-દાદાસાહેબ, ૧૯૮૦, આ શુદિ ૬, શનિ).
[ જે.ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૨૬૧-ર૯૭–૩૩૦ ]