________________
[ ૧૫૦ ]
શ્રી કરવિજયજી. ૧૩૪. “માસ, પાસક્ષપણ ઉપવાસ કે એથી પણ વધારે તપ કરીને કુરાદિક રૂક્ષ એક સત્થ(દાણા)વડે પારણું કરે, એવી ઉગ્ર તપ કરનારી સાધ્વી પણ પરમર્મપ્રકાશન, આળ, શાપપ્રદાન કે મકાર ચકારાદિક ગાલિપ્રદાનરૂપ દેષિત ભાષાવડે સ્વ-પરવર્ગ સમક્ષ કલહ કરે તો તે સાથ્વીનું સઘળું તપ નિષ્ફળ થયું જાણવું.”
ઉપસંહાર આ ગચ્છાચાર પ્રકીર્ણક કયા સૂત્ર-સિદ્ધાન્તમાંથી ઉદ્ધારેલ છે તે ગ્રંથકાર બતાવે છે –
૧૩પ. “ પ્રવચન પરમતત્વમાન શ્રી મહાનિશીથથકી, બૃહત્કલ્પલક્ષણ કલ્પથકી, પરમનિપુણ વ્યવહારથકી, તેમ જ નિશીથાદિક (છેદ) સૂત્રોમાંથી ઉદ્ધરીને સાધુ-સાધ્વીઓના હિત માટે આ સિદ્ધાન્તરૂપ ગચ્છાચાર પ્રકીર્ણક ઉત્સર્ગ ને અપવાદ માર્ગના નિરૂપણવડે રચવામાં આવ્યું છે.”
અહીં શિષ્ય પ્રશ્ન પૂછે કે-“પ્રકીર્ણકોની ઉત્પત્તિશું ગણધરથી, ગણધરના શિષ્યથી પ્રત્યેકબુદ્ધથી કે તીર્થકરના અંતેવાસી મુનિથી થાય છે?” ઉત્તર–“પ્રત્યેકબુદ્ધ સાધુથી કે તીર્થકર પ્રભુના કેઈ વિશિષ્ટ સાધુથી તેની ઉત્પત્તિ થાય છે. એ રીતે અનેક પ્રકીર્ણક રચાય છે.”
૧૩૬. “ અતઃ સ્થાનાંગસૂત્રમાં કહેલ દશ અસ્વાધ્યાય (અસઝાય) સ્થાનને ટાળીને મહાનિશીથ, બૃહતકપાદિક સૂત્રના ઉત્તમ નિચોડરૂપ અથવા સંક્ષેપ સારભૂત અથવા તદુક્ત ક્રિયા કરવાવડે મોક્ષગતિના હેતુરૂપ હોવાથી પ્રધાનતમ આ ગચ્છાચાર પ્રકીર્ણકને મોક્ષસાધનમાં તત્પર સાધુ-સાધ્વીઓ સૂત્રથી અને અર્થથી ભણે, ગણે અને તેનું પરિશીલન કરે! ”