________________
[ ૧૪૮ ]
શ્રી કષ્પરવિજયજી વેશ્યા જેવી હલકી સ્ત્રીને કે વેશ્યા-દાસીને સંસર્ગ રહે, અથવા જોગણી પ્રમુખનો વેષ ધરનારી સ્ત્રીનો કે કેવળ ઉદરંભરી સર્વભ્રષ્ટાચારી સાધુનો સંસર્ગ રહે તે હે. ગતમ ! સાધ્વી નહીં પણ વેશ્યા-દાસી લેખાય.”
૧૨૬. “જે છ જવનિકાયની જયણાશૂન્ય છતી ધર્મ-અધર્મ કથા કે વિકથા પરસ્પર કે વિધવાદિક સાથે કરે, ગૃહસ્થનાં કાર્ય પ્રમુખમાં આંટો ફેરો કરે, ગૃહસ્થને બેસવા માટે આસનાદિક નાખી દે, અથવા તેમના ચાકળા ગાદી પ્રમુખ પોતે વાપરે અને આગળ પાછળ તેમના ગુણની કે સંબંધીની સ્તુતિ–પ્રશંસાદિક કરે તે આર્યા–સાધ્વીનાં લક્ષણ ન હોય, પરંતુ તે દાસીનાં લક્ષણ જ લેખાય.”
૧૨૭. “ઉત્તમ ગચ્છમાં સ્વશિષ્યાઓ અને સ્વપરગચ્છમાંથી જ્ઞાન વૈયાવચ્ચાદિક અર્થે આવેલી અન્ય શિષ્ય-સાધ્વીઓ ઉપર સમપરિણામી, ચણા, પડિચેયણાદિક કરવામાં સર્વથા આળસ રહિત, ક્ષમા વિનયાદિ ગુણવાળા રૂડા પરિવારથી પરિવરેલી, જ્ઞાન-દર્શન– ચારિત્ર ગુણસંપન્ન એવી ગુરુણ (મુખ્ય સાધ્વી) હોય છે.” વળી.
૧૨૮. “પરમ સંવેગ-વૈરાગ્ય રસમાં લીન, ભવભીરુ પરિવાર વાળી, અપરાધ આવ્યું આકરે દંડ-શિક્ષા કરનારી, સઝાય. ધ્યાનમાં સાવધાન અને શિખ્યાદિકને તેમ જ નિર્દોષ વસ્ત્રાપાત્રાદિકને સંગ્રહ સુસાધ્વીઓના ઉપકારાર્થે કરવામાં કુશળ એવી ગુરુણુઓ હોય છે. ”
૧૨૯. “જે ગ૭માં કોઈ વૃદ્ધ–ઘરડા સાથ્વી કે વડેરી સાધ્વી કલહ કે ખેદવશ ઉત્તર-પ્રત્યુત્તર કરે તેમ જ મુખ્ય કે બીજી