________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૪૭ ] પછી તરુણ વયના સાધુઓનું તે કહેવું જ શું? હે ! તે સાધ્વીઓ નહીં પણ નટડીઓ જાણવી.”
૧૨૨. “ વગર કારણે વારંવાર મુખ ને નેત્ર તથા પગ ને કાખને જળવડે સાફ કરે, તથા રાગના જાણકાર પાસેથી વસંત મલ્હારાદિક રાગ-રાગણીઓને શીખી લઈ એવા લલકારે કે જેથી તરુણ પુરુષની અથવા બાળકોની શ્રોત્રેન્દ્રિય પરમ સંતેષને પામે, એમને આર્યા–સાવી કોણ કહે ? કેમ કે સંયમ–આચારથી ઊલટું તેમનું વર્તન પ્રગટ દેખાય છે.”
૧૨૩. “જે ગ૭માં વૃદ્ધ-સ્થવિર સાધ્વી ને તરુણ વયવાળી સાધ્વી, પછી સ્થવિર–વૃદ્ધ સાધ્વી ને તરુણ સાધ્વી, પછી વૃદ્ધ સાધ્વી, એમ આંતરે આંતરે સૂવે છે એટલે તરુણ સાધ્વી બે વૃદ્ધ સાધ્વીની વચ્ચે સૂવે છે તે ઉત્તમ ગચ્છને શ્રેષ્ઠ જ્ઞાન-ચારિત્રના આધારરૂપ જાણો.” વળી–
૧૨૪. “જે વગર કારણે જળવતી કંઠપ્રદેશને પખાળે, ગૃહસ્થાનાં આભરણ મુક્તાફળાદિક વીંધી દે અથવા સૂત્રાદિક કાણામાં પરેવી દે, બાળકો માટે વસ્ત્રના ટુકડા અને દૂધ ઓષધ વિગેરે આપે અથવા શરીરે લાગેલા મળ–સ્વેદાદિકને લુંછવા જળવડે ભીનાં કરેલાં વસ્ત્રો ઘસે. એ રીતે ગૃહસ્થોનાં કામ કરવામાં તત્પર રહેનારીઓને હે મૈતમ ! સાધ્વીઓ ન જ લેખાય પરંતુ એ તે ચાકરડીએ-દાસીઓ લેખાય.”
૧૨૫. “જ્યાં દાસ-દાસી જેવા ને જુગારી જેવા ધૂર્તજનોની પાસે કાળ–અકાળે સાધ્વીઓ જાય, તેઓ પણ તેમની પાસે (સાધ્વીને સ્થાને) જાય અને ઉપાશ્રયની સમીપે વેશ્યાને કે