________________
[ ૧૪૬ ]
શ્રી કપૂરવિજયજી જેવી ખુશામતભરી સાવદ્ય ભાષા બોલવી નથી પડતી તે ગછ સર્વશ્રેષ્ઠ જાણુ.”
૧૧૮. “જે અતિચારાદિક દેષ જે થયે હેય તે ગુરુમહારાજને જણાવે નહીં, તેમ જ દેવસી, પાખી, ચઉમાસી અને સંવછરી અતિચારની આલોચના કરે નહીં; વળી જેમાં સ્વેચ્છાચારી સાધ્વીઓ મુખ્ય વડેરી સાધ્વીની આજ્ઞા માન્ય કરે નહીં તે ગચ્છ મોક્ષસાધક નહીં પણ પેટભરો છે. ” ( ૧૧૯. “અષ્ટાંગ નિમિત્તાદિક અથવા યંત્ર-મંત્રાદિકને પ્રાગ કે પ્રરૂપણું જેમાં સાધ્વીઓ કરે છે, રોગી ને નવદીક્ષિત સાધ્વીઓની સંભાળ ઔષધ, ભેષજ, વસ્ત્ર, પાત્ર, જ્ઞાન, અભ્યાસાદિવડે કરતી નથી; ખાસ નહીં કરવા જેવું હોય તે અવશ્ય કરવા જેવું લેખી કરે છે અને ખાસ કરવા જેવું અતિ અગત્યનું કામ હોય તેની ઉપેક્ષા કે બેદરકારી કરે છે, એમ સ્વેચ્છાચારે ચાલે છે.” વળી–
૧૨૦. “ કરવાની સંયમકરણ વેઠ ઉતારવાની જેમ જીવયતના વગર કરે, શામાંતરથી આવેલ થાકેલા ભૂખ્યા-તરસ્યા સાધ્વીઓની ભલા નિર્દોષ આહારપાણીવડે ભક્તિ બહુમાન– પૂર્વક ન કરે, ચિત્રેલા વસ્ત્ર, પાત્ર, દંડ, કંબળ વિગેરે વાપરે તથા રજોહરણમાં અંદર બહાર પંચવણું રેશમાદિવડે ચિત્ર કરે તે હે મૈતમ! આર્યા–સાધ્વીઓ નહીં પણ અનાર્યા જાણવી.” તેમ જ વળી–
૧૨૧. “ગતિ વિલાસાદિકવડે એવા હાવભાવ દેખાડે કે વૃદ્ધ સ્થવિર સાધુઓને પણ તત્કાળ મેહ–વેદય જાગે તે