________________
અને તેનું ઉટણ સુઈ રહે એરીકા જમાદિક
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૪૫ ] ઘી કે દૂધની તરવતી ઉવટણું પણ કરે તેને પાસઉસન્ન-કુશીલવિહારિણી ઇત્યાદિ દોષવાળી જાણવી. ”
૧૧૪. “વળી જે વિલાસ સહિત ગતિવડે રાજમાર્ગાદિક મળે વેશ્યાની પેઠે ભમ્યા કરે, તથા ઓશીકા સહિત બહાર ન દેખાય એટલા રૂવાળું સૂઈ રહેવાનું (સંથારી ઉં) કરે, પીઠીવડે શરીરનું ઉચટણું કરે, તેમ જ સ્નાન-વિલેપનાદિક તથા નેત્રે અંજન અને દાંતે મંજનાદિક અનાચરણે કરે તેને પ્રભુએ સાધ્વી નથી કહી, પણ વેષવિડંબના કરનારી, જિનાજ્ઞાનું ખંડન કરનારી, શાસનની હેલના કરનારી, અનાચારિણી, સમ્યકત્વને નાશ કરનારી, પ્રમાદથી ભરેલી, સાધુઓના ચિત્તને ક્ષોભ કરનારી અને ઉત્તમ સાધુના પુરુષાતનને મદિરાની જેમ ભંગ કરનારી કહી છે. ”
૧૧૫. “જે ગૃહસ્થના ઘેર જઈ ગમે તે કથા ઈચ્છાનુસારે કરતી રહે અને સામા આવતા તરુણાદિકને વચનના આડંબરવડે સત્કારતી રહે તે સાધ્વી ગુરુ–ગચ્છ સંઘ-શાસનની શત્રુ સરખી છે. ”
૧૧૬. “હે ગુણસાગર શિષ્ય ! જે મુખ્ય સાધ્વી રાત્રિ સમયે વૃદ્ધ, તરુણ તેમ જ આધેડ વયવાળાને ધર્મકથા સંભળાવે તેને ગચ્છની વૈરિણ-શત્રુ સમી કહી છે, તે પછી બીજી સામાન્ય સાથ્વીનું તો કહેવું જ શું? ”
૧૧૭. “જે ગ૭માં સાધ્વીઓને પરસ્પર કોઈ સાથે કલેશકંકાસ કે નિંદા-ચૂગલીમાં ઊતરવું નથી પડતું અને ગૃહસ્થ
૧૦