________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૪૧ | નિર્મર્યાદ–લજજા વગરને લેખીએ છીએ, તે પછી જ્યાં એકલી સાધ્વી સંગાથે છડેચોક મર્યાદા મૂકી વાતચીત કરવામાં આવે તેનું તે કહેવું જ શું?”
૯૪. દઢ ચારિત્રશીલ,નિઃસ્પૃહી, આદેયવચની, મહામતિવંત અને ગુણના ભંડારરૂપ મહત્તરા ( સર્વ સાધ્વીઓની સ્વામિની ) અથવા મહત્તરાના સ્થાને રહેલી વડેરી સાધ્વીને ચારિત્રધર્મમાં સુદઢ, આદેય વચની, સુનમ્ર ને ગુણના નિધાન એવા એક સમર્થ ( ભવભીરુ ) આચાર્ય સિવાય બીજો એકલો સાધુ સૂત્રાદિક ભણવે તે અનાચાર જાણવે. તે ગ૭ પ્રમાણરૂપ ન ગણાય.”
૯૫-૯૬. “મેઘનો ગરવ, અશ્વના ઉદરમાં રહેલે વાયુ તથા વિજળીની જેમ જેના હદય કળી ન શકાય એવી સાધ્વીઓ
જ્યાં સ્વેચ્છા મુજબ આવ-જા કરે તે સ્ત્રી રાજય છે પણ ગચ્છ નથી. વળી જ્યાં ભેજનસમયે સાધુઓની મંડળીમાં સાધ્વીઓ સ્વેચ્છા મુજબ આવતી હોય, તેને નિષેધવામાં આવતું ન હોય તે હે મૈતમ! તે સ્ત્રીરાજ્ય છે પણ ગચ્છમર્યાદા નથી.”
હવે ઉત્તમ મુનિઓના સગુણની પ્રરૂપણ કરવાવડે સદુગચ્છનું સ્વરૂપ કહે છે:
૭. “જે ગ૭માં, પરજનના કોધાદિક કષાયેવડે ધગધગાયમાન કરાયા છતાં પણ જેમ પાંગળે અતિશય સ્થિત છે એક ડગ પણ ચાલી શકતા નથી તેમ અતિશય શાન્ત થયેલા મુનિજનના કષાય, બીજે ગમે તેટલો પજવે તે પણ લગારે જાગતા–ઉદય પામતા નથી, તેમજ સચેતન થઈ સામાને દુઃખઅશાન્તિ ઉપજાવતા નથી. ” વળી–