________________
[ ૧૪૦ ]
શ્રી કરવિજયજી - ૮૮-૮૯૮ “જે ગ૭માં સેના-રૂપાને, ધન-ધાન્યને, કાંસાને ને તાંબાના પાત્રોને, સફટિક રત્નમય ભાજનેને, ખાટ પલંગાદિકને, બેસવાની માંચી ને ચાકળાદિકનો તેમજ સછિદ્ર (પિલાં) પીઠફલકને ઉપયાગ (ઉપભેગ) કાયમ કરવામાં આવતો હોય, તેમ જ વળી જ્યાં પહેલા તથા છેલ્લા જિનના તીર્થની અપેક્ષાએ સાધુગ્ય વેત માનપેત વસ્ત્રનો અનાદર કરી રક્ત (રંગેલા) વસ્ત્રોને તથા લીલા પીળાં વિવિધ ભાતવાળાં ને ભરત ભરેલાં વસ્ત્રોનો સદા નિષ્કારણ ઉપભોગ કરવામાં આવતો હોય તે ગચ્છમાં શી મર્યાદા હેવી સંભવે? કશીએ નહીં.” ઉક્ત સર્વ વસ્તુઓનો ઉપભોગ અનર્થકારી હેઈ તેને નિષેધ દઢ કરતા શાસ્ત્રકાર કહે છે -
૦. “જે ગચ્છમાં પરાયું પણ સોનું રૂપું કેઈ ગૃહસ્થ ભય કે નેહાદિકવડે અર્પણ કર્યું હોય તે પણ તેને હાથવતી લગારે સ્પર્શ કરે નહીં, તે ગ૭ પ્રમાણે લેખો. ”
૯૧. “જે ગ૭માં સાધ્વીઓને પ્રાપ્ત થયેલ પાત્રાદિક વિવિધ ઉપકરણોને સાધુઓ વગર કારણે ઉપભેગ કરતા હોય; હે ગતમ! તે ગ૭ શાને ?”
૯૨. “બળ બુદ્ધિને વધારનારાં પુષ્ટિકારી (પૌષ્ટિક) અને અતિ દુર્લભ ઔષધ-ભેષજ પણ સાધ્વીએ આણી આપેલાં જે ગચ્છમાં સાધુઓ સેવતા ( વાપરતાં ) હોય તે ગ૭માં શી મર્યાદા હોય ? ”
૩. “જ્યાં એક સાધુ એકલી ગૃહસ્થ સ્ત્રી સંગાથે રાજ્યમાર્ગાદિકમાં ઊભે રહી વાતચીત કરે તે ગચ્છને અમે