________________
લેખ સંગ્રહ : ૩ :
| [ ૧૩૫ ] ૬. “જે કે સાધુ પિતે દઢચિત હોય તો પણ વધારે વધારે સાધ્વીના સંસર્ગમાં આવતાં અગ્નિ સમીપે ઘીની જેમ તેનું ચિત્ત જરૂર પીગળી જાય છે.”
૬૭. “સર્વત્ર ગૃહસ્થ કે સાધ્વી પ્રમુખ સ્ત્રી સમુદાયને વિષે તથાવિધ વિશ્વાસ રાખ્યા વગર સદા સાવધાનપણે સંયમમાર્ગમાં પ્રવર્તનાર સાધુ નિર્દોષપણે બ્રહ્મચર્યને પાળી શકે છે; પરંતુ તેથી વિપરીત પણે ચાલનાર સ્વેચ્છાચારી સાધુ અમૂલ્ય બ્રહ્મચર્યને સાચવી શકતો નથી, પણ ગુમાવી બેસે છે.”
૬૮. “સર્વ પદાર્થમાં મમતા રહિત સાધુ સર્વત્ર સ્વતંત્ર રહે છે, ક્યાંય પરતંત્ર બનતો નથી, પરંતુ સાધ્વીઓના કથન પ્રમાણે ચાલનાર સાધુ પરતંત્ર સેવક જેવો બની જાય છે.”
આના સમર્થન માટે શાસ્ત્રકાર દષ્ટાન્ત કહે છે –
૬૯, “જેમ એળમાં (લેમ્પમાં) પડેલી માખી જાતે તેમાંથી છૂટી કયાંઈ જઈ શકતી નથી, તેમ સાથ્વીના નેહપાશમાં બંધાયેલો સાધુ પણ તેમાંથી છૂટી બીજે કયાં વિહાર કરી શકતો નથી.”
૭૦. “સાધુને સામાન્ય જનેમાં સાધ્વી જેવી નિત્યે પાશબંધનમાં બાંધનારી બીજી કોઈ વસ્તુ નથી, તેથી ભવભીરુ સાધુજનોએ સદા ય ચેતતા રહેવાની જરૂર છે. અહીં શાસ્ત્રકાર અપવાદાપવાદ કહે છે. ફક્ત સંયમભ્રષ્ટ થયેલી સાધ્વીઓને સમચિત ઉપાયવડે શ્રુત-ચારિત્રરૂપ સંયમ-સમાધિ-ધમ સાથે જોડતે આગમવેદી સાધુ અબંધક-અશુભ કર્મબંધ નહીં કરનાર-આજ્ઞાને અવિરાધક જાણ. શ્રુતચારિત્ર ધર્મથી ચૂકેલી કોઈ સાધ્વીને દેખી, તેની પાસે ગોપદેશ પરિચયાદિ કરીને,