________________
[ ૧૩૬ ].
શ્રી કરવિજયજી તેને શ્રુતચારિત્રરૂપ ધર્મ સાથે જોડી દે અથવા કોઈ મહાઆપત્તિમાં આવી પડેલી સાધ્વીને જે તેને તેમાંથી બચાવી સંયમમાર્ગમાં સ્થિર કરી દે તેવા સમયવેદી સાધુને અબધક જાણવા.”
પુન: શિક્ષાપ્રદાન અને સગુણ વર્ણનવડે ગ૭નું સ્વરૂપ કહે છે –
૭૧. “વચનમાત્રથી પણ ભ્રષ્ટ ચારિત્રવાળે કદાચ બહુ લબ્ધિયુક્ત હોય તો પણ શાસ્ત્રનીતિ મુજબ તેને ગુરુ તરફથી યોગ્ય શિક્ષા કરવામાં આવે છે તે ગ૭ પ્રમાણ છે.”
૭૨. “જે ગ૭ને વિષે આહારી કે અણહારી વસ્તુ રાત્રિએ રાખવારૂપ સંનિધિદોષ તથા ઓશિક સાધુને ઉદ્દેશીને કરેલ આહારાદિક, અભ્યાહત–સામે આણેલે આહાર લેવારૂપ દોષ વિગેરે, તથા પૂતિકર્મ–જેમાં આધાકર્મવાળા આહારને લેશમાત્ર પણ સ્પર્શ થયેલ હોય તેવા આધાકર્માદિક સોળ પ્રકારના ઉદ્દગમ દેના નામ લેતાં પણ ડરનારા અને કદાચ તેવો દેષિત આહારાદિક અનુપગે પાત્રમાં આવી ગયેલ હોય તો તે લક્ષગત થતાં પરઠવી તે આહારવાળા પાત્રાદિકને તથાવિધ જળવડે ત્રણ વાર કે સાત વાર સ્વસામાચારી મુજબ ધોઈ સાફ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરે, એ સાવધાન સાધુજનોને સમુદાય જેમાં રહેતો હોય તે ગ૭ પ્રમાણ છે.”
૭૩–૭૪. “વળી જેમાં સાધુજને સિદ્ધાન્ત અનુસાર પ્રિય, પથ્ય ને સત્ય કહેનારા અથવા નિઃશંકાદિ સ્વભાવવાળા શાન્ત અને ગંભીર આશયવાળા, હાસ્ય અને પરેપહાસથી વિરમેલા,