________________
[ ૧૩૪ ]
શ્રી કરવિજયજી પુત્ર આચાર્યની પેઠે વાપરે છે–ગ્રહણ કરે છે તેને હે ગૌતમ! મેં ગચ્છ કહ્યો છે.”
હવે ઉત્સર્ગ એટલે મુખ્ય વિધિમાગે, સાધ્વીઓ સાથે વાત-વિકથાદિક પરિચય પ્રમુખ નિવારવા ગ્રંથકાર કહે છે –
૬૨. “જે ગ૭માં જેમના દાંત પડી ગયા છે એવા વૃદ્ધ સાધુઓ પણ સાધ્વીઓ સંગાથે નિષ્કારણ વાર્તાલાપ કરતા નથી અને સ્ત્રીઓનાં અંગોપાંગને સરાગ દષ્ટિથી જોતા-ચિત્તવન કરતા નથી. એટલે સાવધાનપણે તેમના સંગ-પ્રસંગથી દૂર રહે છે, તેને હે ગૌતમ ! તું ગચ્છ જાણ” એ જ સંબંધમાં વધારે સાવચેતી રાખવા શાસ્ત્રકાર સહુ સાધુજનોને શિખામણ દે છે -
૬૩. “ભે સાધુજન ! તમે તમામ પ્રમાદ (સ્વેચ્છાચાર) તજી દઈ, અગ્નિ ને વિષની જેવો અનર્થકારી સાધ્વીઓને સંસર્ગ, એકાન્ત વાર્તાલાપ, પરિચયાદિક છેડો-ત્યાગ. ફૂલવાલુક સાધુની પેઠે તેથી ચારપણને નાશ થાય છે, તથા સાધ્વીના કહ્યા પ્રમાણે ચાલનારો મુનિ થોડા જ સમયમાં અપયશ પામે છે- અનેક પ્રકારે લોકાપવાદને પાત્ર બને છે તેથી હે મુનિજન ! સાધ્વીઓનો સંસર્ગ તજે.”
૬૪-૬૫. “વૃદ્ધ, તપસ્વી, બહુશ્રુત તથા સર્વમાન્ય એવા પણ સાધુની અપકીતિ સાધ્વીના ગાઢ પરિચયથી થવા પામે છે કે આ સાધુ સારા લક્ષણવાળા નથી, તે પછી બાળ-તરુણ, અબહુશ્રુત (આગમબેધ રહિત) અને વિકૃષ્ટ (અઠ્ઠમ ઉપરાંત) તપ આચરણ પણ નહીં કરનારા સાધુ, સાધ્વીની સાથે નિકારણ વિકથા પરિચય કરવાવડે શું લોકાપવાદ ન પામે? પામે જ.”