________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૩૩ ] નિર્વાહ પૂરત આહાર ગચ્છવાસી સાધુઓ ગ્રહણ કરે છે. તે આહાર પણ છ કારણે લેવામાં આવે છે. તે કારણે અહીં જણાવે છે -
૫૯ “સુધાવેદનાને સમાવવા માટે, ગચ્છગત ગુરુ, બાળ, ગ્લાન, વૃદ્ધ, તપસ્વી પ્રમુખની સુખે વૈયાવચ્ચ (સેવા-ભક્તિ ) કરવા માટે, જતાં-આવતાં જયણા સાચવવા–ઉપયોગ જાગ્રત રાખવા માટે, સંયમ-વ્યાપારમાં ખલના રહિત પ્રવર્તવા માટે, પ્રાણ-જીવિતની રક્ષા કરવા માટે, તથા સૂત્રાર્થના અનુચિન્તનની એકાગ્રતા માટે સાધુઓ આહાર કરે છે.”
૬૦. “જે ગચ્છમાં વડીલ પ્રત્યે બહમાનભર્યા વચન–સં બેધનવડે દીક્ષા પર્યાયે મોટા નાના સ્પષ્ટપણે સમજાય તેમ બેલાતું હાય અથવા દક્ષા પર્યાયથી કે ગુણથી વૃદ્ધ હોય તેમના આદેશ પ્રત્યે બહુમાન કરવામાં આવતું હોય, વળી જે ગચ્છમાં એક દિવસ માત્ર દીક્ષા પર્યાયે મોટો હોય તેના પણ વચનનું ઉલ્લંઘનાદિક થવા ન પામતું હોય તેમજ દીક્ષાપર્યાયે લઘુતર છતાં જે ગુણવૃદ્ધ હોય તેની પણ હીલના ન કરતાં વાસ્વામી પ્રત્યે સિંહગિરિસૂરિના શિષ્યરત્નોની પેઠે બહુમાનભર્યું વચન, સંબોધન અને વર્તન કરવામાં આવતું હોય તેને હે ગતમ! ગચ્છ સમજો.”
હવે શાસ્ત્રકાર આર્યા--સાધ્વીને અધિકાર કહે છે –
૬૧. “જે ગ૭માં આકરા દુષ્કાળ પ્રસંગે પ્રાણત્યાગ જેવી સ્થિતિમાં પણ એકાએક, સાધ્વીઓએ આણેલ અનાદિક આહાર સાધુઓ ઉત્સર્ગ માગે એટલે મુખ્ય વિધિમાગે તે વાપરતા નથી જ, પરંતુ કવચિત્ અપવાદ માગે તેવા જ કઈ અનિવાર્ય કારણસંગે ક્ષીણુજંઘાબળવાળા શ્રી અણિકા