________________
[ ૧૩ર ]
શ્રી કરવિજયજી નિભ્રંછનાથી અને નિવાસસ્થાન કે ગચ્છાદિકના બાહષ્કારથી જે કાપતા નથી–પ્રષિ કરતા નથી તે સુસાધુઓ ગચ્છગ્ય છે.” વળી
૫૫. “જે ગચ્છવાસી સાધુઓ કંઠગત પ્રાણ જેવી સ્થિતિમાં પણ અપકીર્તિ થાય એવું કે અપજશ થાય એવું કશું અકાર્ય કે શાસનને ઉડાહ થાય એવું કામ કરતા જ નથી તે ઘન્ય ને કૃતપુન્ય છે.”
પ૬. ગુગત કાર્ય કે અકાય સંબંધે સકારણ કે અકારણું, આચાર્ય મહારાજ કઠણુ, કર્કશ, દુષ્ટ ને નિર્દય વચન શિષ્યને કહે, ત્યારે સુવિનીત શિખે “તહત્તિ ” કહે. એટલે સિંહગિરિસૂરિના શિખ્યાની પેઠે ગુરુનું વચન પ્રમાણ કરે તેને હે ગૌતમ ! તું ગચ્છ સમજ.”
પ૭. “વસ્ત્રપાત્રાદિક વિષે જેમની મમતા ટળી ગઈ છે અને સ્વશરીરને વિષે પણ મેઘકુમારની પેઠે સ્પૃહા રહિત થયા છતાં બેંતાલીશ દેષ રહિત આહાર ગષવામાં કુશળ હાઈ સંયમયાત્રાના નિર્વાહ પૂરતા શુદ્ધ આહારથી જ જેઓ નિજ ઉદરપૂર્તિ કરે છે અથવા ગુરુ ગ્લાનાદિક એગ્ય આહાર ગણી લાવવામાં અને તેનું રક્ષણ કરવામાં જેઓ કુશળ અને નિ:સ્પૃહી ( પૃહા રહિત) હોય છે.”
૫૮. “તેઓ ઉદરપૂર્તિ પૂરતો આહાર કરે છે તે પણ રૂપ, રસની વૃદ્ધિ માટે નહીં, શરીરની કાન્તિ વધારવાને નહીં, તેમજ કામવિષયવાસનાની વૃદ્ધિ માટે નહીં, પરંતુ ગાડીને સુખે ચલાવવા જેમ તેનાં પૈડાંની નાભિને જરૂર પૂરતું તેલ ઉજવામાં મૂકવામાં) આવે છે તેમ કેવળ સંયમને ભાર સુખે વહન કરવા–ચારિત્રના