________________
[ ૧૨૮ ]
શ્રી કરવિજયજી એમ અનેક વસ્તુવડે જરૂર પડતાં ઉત્તમ સાધુજનેની સેવાભક્તિને લાભ સંવેગપક્ષી સાધુઓ લહી શકે.” વળી–
૩૬. “સ્વર્ગ, મૃત્યુ અને પાતાળવાસી અને જેમના ચરણ કમળને નમી રહ્યા છે એવા અને દુર્ધર માનનું મર્દન કરી સમયાનુસાર જિનમાર્ગને સાવધાનપણે દીપાવનારા–ભાવનારા સંવેગ પક્ષી સાધુજને પૂર્વે અનેક થઈ ગયા છે, વર્તમાનકાળે વિદ્યમાન છે અને ભવિષ્યકાળમાં થશે કે જેઓ પરોપકાર કરવામાં સદા ય લક્ષ રાખી પોતાને સમય વ્યતીત કરતા રહે છે. પિતે દિક્ષા પર્યાયમાં ગમે તેટલા મોટા હોય તેમ છતાં રત્નત્રયીનું આરાધન કરવા ઉજમાળ એવા અ૫ પર્યાયવાળા સાધુઓની પણ સેવા નિરભિમાનપણે ઉત્સાહથી કરે છે, કરાવે છે અને અનુમોદે છે. શુદ્ધ ચારિત્રધર્મની સદા પ્રશંસા કરે છે અને પિતાથી બને તેટલી તેની સેવા પણ કરે છે, તેવા સંવેગ. પક્ષી સાધુઓને પૂજ્ય જાણવા.”
જે નથી કરી શકતા સ્વહિત કે નથી કરતા પરહિત તેવા ગુણહીનું સ્વરૂપ કહે છે –
૩૭. “હે મૈતમ ભૂત, ભવિષ્ય ને વર્તમાન કાળમાં પણ એવા કેટલાક આચાર્યપદ નામધારક સાધુઓ હોય છે કે જેમનું નામ લેતાં પણ નિચે પાપ લાગે, પછી તેમના પરિચયનું તો કહેવું જ શું?” તેને વિશેષ અધિકાર મહાનિશીથ સૂત્રના પાંચમા અધ્યયનથી જાણી લે.
૩૮. કહ્યું છે કે-જેમ નેકર-ચાકર તેમજ હાથી, ઘેડા ને વૃષભાદિકને બરાબર કેળવી કાબુમાં રાખ્યા વગર તે ઉન્મત્ત