________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૭ ] જે ઉસૂત્રભાષક તથા સાધુદ્વેષી ઉભયભ્રષ્ટ બને છે, તો પછી શું કરવું ઘટે? તેને ખુલાસો શાસ્ત્રકાર પોતે જ કરે છે –
૩૩. જે કે જિનોત–સર્વજ્ઞભાષિત ક્રિયાકલાપને યથાર્થ રીતે મન, વચન, કાયાની પવિત્રતાપૂર્વક આચરવાનું તારાથી બની શકતું ન હોય તો પણ જેવું વીતરાગ દેવોએ સત્ય કથન કર્યું છે તેવું સર્વ શક્તિથી નિર્ભયપણે નિરૂપણ કરવું, તેમાં સંકેચ કરે નહીં.”
પ્રમાદશીલ એવા આચાર્યાદિક સાધુજનોને શુદ્ધ પ્રરૂપણાવડે શે લાભ થાય ? તે જણાવે છે –
૩૪. “ સાધુયોગ્ય ક્રિયાકલાપ કરવામાં પોતે શિથિલ હોય તેમ છતાં નિર્દોષ ચરણકરણની નિષ્કપટપણે પ્રશંસા કરનાર અને કશી વાંચ્છા વગર ભવ્યજનો આગળ શુદ્ધ પ્રરૂપણા કરનાર, જ્ઞાનાવરણયાદિક કર્મને પાતળા પાડે છે અને જન્માંતરમાં જિનધર્મની પ્રાપ્તિ સુખે કરી શકે છે, એટલે સુલભધિ થઈ શકે છે.”
હવે સંવિપક્ષી—સવેગ પાણીનું સંવેગી સાધુ પરત્વે કંઈક કર્તવ્ય દર્શાવતા છતાં શાસ્ત્રકાર કહે છે –
૩૫. “ભવભીરૂ મહાપુરુષોએ સેવેલા ને પ્રકાશેલા સંયમ માર્ગનું સાવધાનપણે સેવન કરનારા સુસાધુજનોનું વાત્સલ્ય ઔષધ-ભેષજાદિકવડે પોતે કરે, કરાવે અને અનુમોદે તે સંવેગપક્ષી આરાધક જાણ, અંતરંગ ભાવવડે સેવાભક્તિ કરવારૂપ વાત્સલ્ય સમજવું તથા અનેક વસ્તુ સંજિત હોય તે ઔષધ અને તે વગરનું હોય તે ભેષજ સમજવું. અથવા હરડે પ્રમુખ ઔષધ અને પેયાદિક ભેષજ સમજવું.