________________
[ ૧૨૬ ]
શી કપૂરવિજયજી ઉન્માર્ગ સ્થિત આચાર્યો અને સાધુઓને શું પરિણામ આવે છે તે કહે છે –
૩૧. “હે મૈતમ! ઉન્માર્ગગામીના માર્ગમાં અથવા ઉસૂત્રપ્રરૂપણાદિક ઉન્માર્ગમાં લાગેલા અને સન્માર્ગને લેપ કરનારા સાધુઓ તેમ જ આચાર્યોને અનંત સંસાર પરિભ્રમણ કરવું પડે છે .
કે કદાચ પ્રમાદવશ જિનેક્ત ક્રિયા કરી ન શકે પણ ભવ્યજનેને જિનમાર્ગ યથાર્થ બતાવે તે પિતાને કયા માર્ગમાં સ્થાપે? અને તેથી વિપરીતની શી સ્થિતિ થાય? તે જણાવે છે -
૩૨. “ આજ્ઞાશુદ્ધિવાળા સુવિહિત–સુસાધુ પંથને સલભાવે પ્રકાશના પિતાના આત્માને સંવિપાક્ષિક નામના સાધુ અને શ્રાવકપક્ષની અપેક્ષાએ ત્રીજા પક્ષમાં સ્થાપે છે અને બીજા ઉસૂત્રભાષક તેમજ સાધુષી તે ગૃહસ્થ ધર્મથી તેમ જ સાધુધર્મથી ચૂકે છે–ઉભયભ્રષ્ટ થાય છે”.
સંવિપાક્ષિકનાં લક્ષણ નીચે મુજબ કહ્યાં છે –
“ભવ્યજને આગળ શુદ્ધ સાધુધર્મ વખાણે, પિતાના હીનાચારને કવખેડે, સુતપસ્વી જનની આગળ પોતે સહુથી લધુ થઈને રહે, સુસાધુ જનને પોતે વંદન કરે પણ વંદાવે નહિ, દ્વાદશાવર્ત વંદનથી પિતે વાંદે પણ તેમની પાસે વંદન કરાવે નહીં, અન્યને ધર્મબંધ આપી પિતાને માટે દીક્ષિત ન કરે, પરંતુ સુસાધુ જનની સેવામાં અર્પણ કરે, તેમની પાસે દીક્ષા અપાવે તેમને સંવિપાક્ષિક કહેવા.”.