________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૨૫ ] પ્રભુની પવિત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરતા હોય તો તે અધમ પુરુષની ગણનામાં આવે છે, ઉત્તમ પુરુષોની ગણનામાં આવી શકતા નથી”.
હવે કેવા આચાર્યો આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા હોય છે તે જણાવે છે –
૨૮. “જ્ઞાનાચારાદિક બધા આચાર જેના ઢીલા-લૂલા થઈ ગયા છે તે ભ્રષ્ટાચાર અધમાચાર્ય, આચારભ્રષ્ટ થયેલા, સંયમમાં શિથિલ બની ગયેલા સાધુ-સાધ્વીઓની ઉપેક્ષા કરનાર–તેમને નહીં નિવારનાર મંદ ધર્માચાર્ય, તેમ જ ઉત્સુત્રાદિક પ્રરૂપવામાં પ્રવૃત્ત અધમાધમ આચાર્ય. એ ત્રણે પ્રકારના આચાર્યો રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને વિનાશ કરનાર છે”.
એવા આચાર્યોના કહ્યા મુજબ જેઓ ચાલે છે તેનું ફળ દર્શાવતા શાસ્ત્રકાર કહે છે –
ર૯ “આગમ વિરુદ્ધ પ્રરૂપણ કરનારા અને જિનેન્દ્ર માર્ગને દુષિત કરનારા આચાર્યોએ કહેલાં અનુષ્ઠાનને જે જાતે કરે, કરાવે ને અનુમોદે છે તે હે ગતમ! પિતાને સંસારમાં રઝળાવે છે”. - ૩૦. “કુમતિ કદાગ્રહથી ભરેલા એક પણ આચાર્ય કે સાધુ, જેમ નબળે તારે-તરવાવાળે પિતાની પૂંઠે લાગેલા ઘણાએક માણસોને અને પિતાને, નદી વગેરે જળાશયમાં બળે છેડુબાડે છે તેમ તેની પાછળ અનુસરનારા અનેક ભવ્યજનેને અને પિતાને પણ ભવસાગરમાં ડુબાડે છે”.