________________
[ ૧૨૪]
શ્રી કપૂરવિજયજી હવે તેથી ઊલટા માર્ગે વહેતા આચાર્યનું સ્વરૂપ કહે છે –
૨૩-૨૪. “જે તત્ત્વજ્ઞાન રહિત છતાં સુખશીલતાદિક ઢીલાપણુના લક્ષણે વડે સ્વઆશ્રિત મુનિઓના વિહારને ઢીલ કરે છે તે સંયમયેગવડે નિઃસાર અને કેવળ દ્રવ્યલિંગધારી છે એમ જાણવું. વળી જે ઘર, ગામ, નગર અને રાજ્યસાહેબી તજીને પાછો તેના જ વિષે મમતા કરે અને નિશ્ચયે-નક્કી “તે બધાં મારાં છે” એમ માને તે સંયમયગવડે નિઃસાર–શૂન્ય અને કેવળ લિંગધારી (દ્રવ્યસાધુ વેષને જ ધરનાર) છે, એમ સમજવું.
હવે ત્રણ ગાથાઓ વડે સન્માર્ગગામી ઉત્તમ આચાર્યનું સ્વરૂપ કહે છે:--
૨૫–૨૭. “આગમોક્ત ન્યાયે જે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તકાદિક શિષ્યને સારણા-વારણાદિક કરે છે, તેમ જ સૂત્ર અને તેના અર્થ પણ શિખવે છે અને નય-નિક્ષેપાદિકનું જ્ઞાન કરાવે છે, તે ધન્ય, કૃતપુન્ય, જિનાજ્ઞા પ્રતિપાલક અને કુમતિ વિગેરે દેને દૂર કરી સન્માર્ગમાં સ્થાપવાવડે ખરા બંધુ તથા તત્વજ્ઞાન દેવાવડે સંયમમાં દઢ કરવાથી અનુક્રમે સકળ કમ આવરણના અભાવરૂપ વાસ્તવિક મેક્ષના દાતા બને છે.”
“જે મહાનુભાવ આચાર્ય પ્રમુખ સર્વજ્ઞકથિત રત્નત્રયી અનુષ્ઠાન યથાસ્થિત બતાવે છે તેમને કુમતિપડલ દૂર કરવાવડે ભવ્યજનના નેત્રરૂપ વખાણ્યા છે. જે આચાર્ય મહારાજ ભવ્યજનને જિનેશ્વર પ્રભુનું અનેકાંત દર્શન ભાલ્લાસથી પ્રકાશે છે તે તીર્થકર સમાન ઉપગારી છે; પરંતુ જમાલિની પેઠે