________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૨૯ ] સ્વેચ્છાચારી બની જાય છે, તેમ શિષ્યો ને શિષ્યાઓ પણ પ્રસંગે પ્રસંગે પૃચ્છા, પ્રતિપૃચ્છા ને ચેયણાદિક વગર સ્વેચ્છાચારી બની જાય છે, તેથી જ આચાર્ય સ્વશિષ્યને તથા મહત્તરા પિતાની શિષ્યાઓને સદાકાળ પ્રતિપૃચ્છાદિકવડે શિખામણ આપી કેળવીને કાબૂમાં રાખવા પ્રયત્નશીલ રહે છે–કાબૂમાં રાખે છે.
૩૯. જે આચાર્ય, ઉપાધ્યાય ને ગણાવછેદકાદિક જવાબદાર ગણાતા નેતા-વડીલ પુરુષ રાગ, દ્વેષ અથવા પ્રમાદરૂપ દેષ તેમ જ આળસ, મેહ, અવજ્ઞાદિકવડે શિષ્યવર્ગને સંયમ અનુકાનમાં પ્રેરણા-સારણા, વારણા, ચેયણાદિક ન કરે તેને જિનાજ્ઞાના વિરોધક જાણવા.
૪૦. હે શિષ્ય! સંક્ષેપથી ગુરુનાં લક્ષણ મેં વર્ણવ્યા. હવે સાધુસમુદાયરૂપ ગચ્છના લક્ષણ સંક્ષેપથી કહું છું તે હે બુદ્ધિશાળી વિનેય ! તું સાવધાનપણે સાંભળ.
૪૧. “જે સૂત્ર, અર્થ અને ઉભયમાં કુશળ હોય તથા અત્યંત સંવેગવાન, વૈયાવચાદિ કરવામાં ઉદ્યમી, દઢવતી, નિર્દોષી, ચારિત્રવાન અને સદા ય રાગ, દ્વેષ કષાય રહિત હોય.” વળી
૪૨. “ આઠે મદ જેના ગળી ગયા હોય, કષાય પાતળા પડી ગયા હોય, તથા જિતેન્દ્રિય હોય તેવા સુગુણ છદ્મસ્થની સંગાથે પણ કેવળી ભગવાન ( સુદ્ધાં) વિહાર કરે છે, એથી વિપરીત લક્ષણવાળા સંગાથે વિહાર ન કરે એમ શાસ્ત્રકાર કહે છે.”
૪૩. “હે મૈતમ! જે સાધુઓ શાસ્ત્રના પરામર્શને પામ્યા ન હોય, આચારાંગાદિક સૂત્રેના રહસ્યથી અજાણ હોય, તેથી