________________
[ ૧૧૬ ]
શ્રી કપૂરવિજયજી
૨. દન-વંદન કરી પાછા વળતાં, દેવગુરુને પૂઠ દઇ નહીં ચાલવાના વિવેક રાખવા. પાછે પગે ચાલવું કે પડખેના દ્વારથી નીકળી જવાનુ રાખવું.
૩. દેવગુરુને ભેટવા જતાં ભાઇઓએ પાતાના આચાર તરીકે જરૂર ઉત્તરાસંગ રાખવું અને બહેનાએ સુવાળા રૂમાલ રાખવા. તૈવડે વંદન માટે ભૂમિનુ પ્રમાન કરવું અને સ્તુતિ પ્રમુખ કરતી વખતે મુખ આગળ રાખવા ચૂકવું નહીં. આ ઘણી ઉપેક્ષા થતી જાય છે તે ડહાપણથી અટકાવવી.
મમત
૪. દેવ જેવું જ બહુમાન ગુરુજનનું કરવુ. તેમનુ અબહુમાન– અનાદાર થાય એમ ન વવું. તેમની અદખ રાખવી. તેમની પાસે જેમ તેમ એસવું કે લાંબા થઈ સૂવું નહીં. ચૈત્યવંદન કરતી વખતે મુદ્રા કરાય છે તેવી મુદ્રાથી ગુરુ સન્મુખ બેસી હિતવચન શ્રવણુ કરવુ.
૫. તેમની હતકારી આજ્ઞા મુજબ ચાલવામાં આપણું શ્રેય રહેલું જાણવુ.
૬. હિતકારી આજ્ઞાનું ઉલ્લંધન કરીને કરવામાં આવે તે ધર્મકરણી એકડા વિનાના મીંડાની જેમ લેખે થઈ શકતી નથી.
૭. સામાયિક, પ્રતિક્રમણ, દેવવંદનાદિક દરેક પ્રસ ંગે ગુરુના વનય સાચવવા.
૮. પ્રભુઆજ્ઞાધારક સાધુ-સાધ્વી—શ્રાવક–શ્રાવિકાના જ્યાં જયાં ભેટા થાય ત્યાં ત્યાં તેમના ઉચિત વિનય સાચવવાપરસ્પર પ્રણામ કરવા.