________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૧૫ ] જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણે રે ધર્મ; સમકિતદૃષ્ટિ ગુણઠાણાથકી, જાવ લહે શિવશર્મ. એમ જાણીને રે જ્ઞાનદશા ભજી, રહીએ આપ સ્વરૂપ; પર પરિણતિથી રે ધમન હારીએ, નવી પડિયે ભવપ.”
વળી શ્રીમાન દેવચંદ્રજી પણ પ્રથમ પ્રભુની સ્તુતિ કરતા હદય ખેલી કહે છે કે--
પ્રીત અનાદિની વિષ ભરી. તે રીતે હો કરવા મુજ ભાવ; કરવી નિવિષ પ્રીતડી, કિશું ભાતે હો કહેબને બનાવ? ઋષભ૦ પ્રીત અનંતી પરથકી, જે તોડે હો તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા, એકતા હો દાખી ગુણ ગેહ. ઋષભ૦ પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ દેવચંદ્રની સેવાના, આપે મુજ હો અવિચલ સુખ વાસ.
ઋષભ જિર્ણદર્શી પ્રીતડી. ) [ જે. ધ. પ્ર. પુ ૪૧, પૃ. ૬૯]
શુદ્ધ દેવગુરુની સેવા-ઉપાસનાનો લાભ લેવા ઈચ્છતા ભક્તિવંત ભાઈબહેનને (અમલ કરવા યોગ્ય)
થોડીએક ઉપયોગી સૂચના. ૧. વીતરાગ પરમાત્માના અને નિર્ગથ ગુરુમહારાજનાં ત્રિકાળ દર્શન, વંદન, પૂજનાદિક નિત્ય ઉલ્લસિતભાવે તેમના જેવા પવિત્ર થવાની ભાવનાથી કરવાં. તેમ કરતાં દેવવંદનાદિક ભાષ્યમાં કહ્યા મુજબ દશ ત્રિક ને પાંચ અભિગમ સમજવા ને સાચવવા પૂરતું લક્ષ્ય રાખવું ને વિધિ તેમજ બહુમાનપૂર્વક ધર્મકરણી કરવી.