________________
[ ૧૧૪ ]
શ્રી કરવિજયજી ઊતરી પડવું એ એગ્ય નથી; પરંતુ નીચી ભૂમિકાવાળાને ઉચ્ચ પગથિયે ચડવું એ તેને લાભદાયક છે. આ ઉપરથી સર્વાત્માઓને માટે ધર્મ એક સરખો હોઈ શકે નહિ. તેઓની શક્તિ અને તેઓની સ્થિતિના પ્રમાણમાં–તેમના વિકાસ પ્રમાણે ભિન્ન ભિન્ન હોઈ શકે. સંસારી આત્મા ભિન્ન ભિન્ન ભૂમિ ઉપર પ્રગતિ કરેતે હોય છે માટે સર્વને એક ધર્મ હોઈ શકે નહિ. આત્માનો ખરે સ્વભાવશુદ્ધ સ્વભાવ બહાર લાવવા અથવા આત્માને પરમાત્મા પ્રત્યે નિકટ આણવો એ જ એની ખરી પરીક્ષા છે અને તેથી ધર્મ જે કે અંતરથી સઘળે એક સરખ છે; તથાપિ સ્થિતિને અંગે પ્રગતિની ભિન્ન ભિન્ન ભૂમિકા હાઈ શકે. આ સિદ્ધાંત ઉપરથી શ્રી જિનેશ્વરે ધર્મને બે ભાગમાં વહેંચેલે છે. એટલે કે-સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ. અને તેમાં પણ તેના નાના પ્રકારના વિભાગો (ગુણસ્થાનકો ) કરેલા છે કે પ્રત્યેક પોતાની શક્તિ અને સ્થિતિ અનુસાર ધર્મમાગે પ્રવર્તવાને શક્તિમાન થાય.
મહોપાધ્યાય શ્રીમાન્ યશોવિજયજી મહારાજ આત્મધર્મનું જ સમર્થન કરતા ૩૫૦ ગાથાવાળા શ્રી સીમંધર સ્વામીના સ્તવનમાં કહે છે કે – “જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિકતણું, તેમ એ જીવ સ્વભાવ; તે જિન વિરે રે ધર્મ પ્રકાશીયે, પ્રબળ કષાય અભાવ. જેમ તે રાતે લે રાતડુ, શ્યામ ફૂલથી રે શ્યામ; પુન્ય પાપથી રે તેમ જગ જીવને, રાગ દ્વેષ પરિણામ. ધર્મ ન કહિયે રે નિશ્ચય તેહને, જે વિભાવ વડવ્યાધિ; પહેલે અંગે રે એણી પેરે ભાખિયું, કમ હેય ઉપાધિ.