________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૧૩ ]
આત્મા જે લાંખા કાળથી રાગ, દ્વેષને સેવી રહ્યો છે તે રાગાદિને એકદમ છેાડી શકતા નથી, પણ ધીમે ધીમે તેના સદંતર ત્યાગ કરી શકે છે.
આ સંસારમાં ભિન્ન ભિન્ન આત્માએ ભિન્ન ભિન્ન ઉચ્ચ સ્થિતિઓ સુધી પહોંચેલા હાય છે તેઓએ પેાતાની પ્રગતિની માત્રા સાથે ધર્મને માર્ગે ચાલવું જોઇએ. જેએ માત્ર નીચી ભૂમિકા સુધી આગળ વધ્યા છે અને તેથી જેએને આત્મા ઉચ્ચ સ્થિતિએ પહોંચી શકયા નથી, તેઓને તેનું પરિણામ એ આવે છે કે તેઓ તે પ્રમાણે વર્તવાને શક્તિમાન થશે નહિ, પણ તેમને શ્રમ અને કઠિનતામાં પસાર થઈને વિશેષ નીચી સ્થિતિમાં ઊતરી જવુ પડશે. એટલા માટે આવા પુરુષાને નીચ પાયરીને ધર્મ શીખવવામાં આવે છે કે જે પાયરી તેએમાં ધીમે ધીમે સામર્થ્ય પેદા કરીને વિશેષ ઉચ્ચ ધર્મમાં પ્રવેશ કરવાને તેઓને તૈયાર કરે છે આ પ્રકારે ધર્મ તુ સામાન્ય ધારણ જો કે એ જ છે, તથાપિ જેએ તે માગે ચાલવાને ઇચ્છે છે તેની શક્તિ અને સ્થિતિને વિચાર કરતાં ધર્મની ઘણી જાતિએ થઇ શકે છે; અને તેથી દરેક વ્યક્તિએ પાતાની પ્રગતિ અને પરિણામ પ્રમાણે ધર્મની માત્રા નક્કી કરવી જોઇએ.
ધર્મ પરમાત્મસ્વરૂપ સુધી પહોંચવાને નિસરણી સરખા છે. સંસારી આત્મા એકદમ ઉચ્ચ પગથિયે પહોંચી શકતા નથી. તેને પગથિયે પગથિયે ચઢવું પડે છે કારણ કે જે આત્મા ઉચ્ચ ભૂમિકાએ પહેાંચેલા હાય તેને નીચી ભૂમિકા પર
८