________________
[ ૧૧૨ ]
શ્રી કરવિજયજી અને પાપની વ્યાખ્યા નિશ્ચયરૂપે આવી રીતે થઈ શકે. જે રાગ, દ્વેષ, મેહ, ક્રોધ, માન, માયા અને લેભને ન્યૂન કરે છે, તેમ જ શાંતિ અને સ્થિરતાની પોતામાં વૃદ્ધિ કરે છે તે ખરેખરું પુણ્ય છે, અને જે રાગાદિને વધારે છે, અને પ્રશમદિને (શાન્તિ આદિને ) જે ઘટાડે છે તે નિશ્ચયથી પાપ છે.”
સંસારમાં આત્મા જાણે પ્રવાસી હોય અને જાણે પરમાત્મસ્વરૂપ પામવું એ એનું અંતિમ લક્ષ્ય હોય એ જ જણાય છે. જે પ્રમાણમાં રાગ, દ્વેષ અને મેહ આત્મામાં ન્યૂન થતાં જાય છે તે પ્રમાણમાં તેનું જ્ઞાન વૃદ્ધિ પામે છે અને તે પરમાત્માની સ્થિતિની નજીક પહેચે છે. એથી ઊલટું જ્યારે તે રાગ, દ્વેષ અને અજ્ઞાનમાં ગુંચાય છે ત્યારે તેનું જ્ઞાન ઘટતું જાય છે અને પરમાત્મભાવથી તે વિશેષ દૂર થતું જાય છે.
એ ઉપરથી વિચાર, વચન અને આચાર જે આત્માને પોતાના પ્રવાસમાં સહાયક હોય અને જે પરમાત્માની સ્થિતિની નજીકમાં તેને લઈ જાય તે જ ધર્મને નામે કે ખરા પુણ્યને નામે ઓળખાય છે. એથી ઊલટું વિચારે, ઉચ્ચારે અને આચારે જે આત્માને તેના પ્રવાસમાં ઉચ્ચ ગતિ કરતા અટકાવે છે અને પરમાત્મસ્વરૂપ તરફથી તેને દૂર કરતા રહે છે તે અધર્મ છે અર્થાત ખરેખરાં પાપ છે.
ધર્મ અને અધર્મની પરીક્ષાને આ સામાન્ય નિયમ છે, પણ આ પ્રવાસ પૂર્ણ કરવો એ (મનુષ્યતરોને) બહુ કઠિન છે; કારણ કે મનુષ્ય સિવાય બીજા કેઈને આત્મા એક સપાટેતે જ ભવમાં આ પ્રવાસને સિદ્ધ કરી શકતો નથી.