________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૧૧ ] વાયુમુભિત તરંગથી ઉછળતું હોય છે ત્યારે પણ તેમાં કાંઈ દેખાતું નથી.
આત્માના સંબંધમાં પણ એવું જ છે. દ્રવ્યકર્મનું પરિણામ અને ભાવકર્મનું પરિણામ (વાસનાઓ અને કષાયે) આત્માને જાણે અપારદર્શક કરી મૂકે છે.
વસ્તુતઃ સંસારી આત્મા રાગ, દ્વેષ અને મહિને શિકાર થઈ પડે છે અને તેથી પોતાના નિજ સ્વભાવને તેમ જ અન્ય પદાર્થોના સ્વભાવને યથાર્થ જાણતો નથી; વળી રાગ અને દ્વેષ આત્માને અશાન્ત અને દુઃખી કરે છે.
જ્યારે રાગ અને દ્વેષ નિર્બળ થાય છે ત્યારે શાન્તિ અને સ્થિરતા પિતાની મેળે આત્મામાં પ્રગટે છે અને તેનું જ્ઞાન વૃદ્ધિ પામવા લાગે છે. જ્યારે રાગ-દ્વેષને શનૈઃ શને ક્ષય કરવામાં આવે છે ત્યારે સર્વ કર્મનો નાશ થાય છે એટલે આત્મા સર્વજ્ઞ થાય છે અને પરમાત્માની સ્થિતિએ પહોંચે છે. પરમાત્માની સ્થિતિએ પહોંચવું એ આત્માનું અંતિમ લક્ષ્ય છે. જ્યાં સુધી રાગ, દ્વેષ અને મેહનો ઉછેર કરવામાં નથી આવતે ત્યાં સુધી આ અંતિમ લક્ષ્યને પહોંચાતું નથી અને શાન્તિ તેમજ સ્થિરતા પ્રગટ થતાં નથી, માટે વિચાર, વચન અને સ્થિરતા ઉદ્ભવે અને તેથી પરમાત્મસ્વરૂપ ભણું આપણને આકર્ષે તેને માટે રાગ-દ્વેષ-મહાદિકનો ઉચ્છેદ કરતા જવું, કારણ કે પરમાત્મસ્વરૂપ એ જ આત્માને ખરેખર સ્વભાવ છે.
મન, વચન અને કાયાનું આ પ્રકારનું વર્તન એ પુણ્ય છે અને એથી વિરુદ્ધ વર્તન તે પાપ છે. આ ઉપરથી પુણ્ય