________________
{ ૧૧૦ ]
શ્રી કરવિજયજી કેટલાક નિયમો અને સિદ્ધાંતો એવા હોવા જોઈએ કે જેને યથાર્થ અનુસરવાથી આત્મા પોતાના ખરા ધર્મને પામી શકે.
ઘણીક વાર કારણને ઉપગ કાર્યમાં થાય છે, તેથી ધર્મનાં નિયમો અને સિદ્ધાંતને પણ ધર્મ કહેવામાં આવે છે, કારણ કે એ નિયમ અને સિદ્ધાંતનું અનુસરણ આત્માને પોતાના સ્વધર્મમાં લઈ જઈ ત્યાં સ્થાપે છે. આ પ્રકારે આત્માને ખરે ધર્મ આત્માને આંતરિક સત્ય સ્વભાવ છે; પરંતુ જે સાધન વડે પોતાના સત્ય સ્વભાવને પમાય છે તે સાધને પણ વ્યવહારમાં ધર્મ ગણાય છે. એટલા માટે ધર્મની વ્યાખ્યા વ્યવહારે આવી થઈ શકે –
જે વિચારે, જે વચને અને જે આચરણે આત્માને પિતાના સ્વભાવ ભણી આકર્ષે અથવા સ્વભાવમાં જડે તે ધર્મ છે.”
અથવા ધર્મ આત્માના પિતાના સ્વભાવ કે ખરી પ્રકૃતિ તરફ આકર્ષે છે તે, તેથી ઊલટું જ્યારે વિચારે, વચન અને વર્તને પોતાના સ્વભાવથી આત્માને દૂર લઈ જાય છે ત્યારે તે વિચારે, વચન અને આચરણે અધર્મ છે. બીજા શબ્દોમાં અધર્મ એવો છે કે આત્માને પિતાના ખરા અને આવશ્યક સારભૂત સ્વભાવથી દૂર લઈ જાય છે. આત્મા એવું સ્વયંપ્રકાશ દ્રવ્ય છે કે વિશ્વના તમામ પદાર્થો પોતપોતાના ગુણે અને પર્યાય સહિત તેમાં પ્રત્યક્ષ દેખાય છે; પરંતુ આ આત્મા સંસારમાં પ્રત્યકર્મથી દૂષિત થયેલ અને ભાવકર્મના પ્રચંડ વાયુથી શ્રુભિત થયેલું હોવાથી પિતામાં સ્પષ્ટ રીતે કંઇ દેખી શકતો નથી. જ્યારે જળ મલિન હોય છે ત્યારે મુખ કે બીજી કઈ વસ્તુ તેમાં યથાર્થ દેખાતી નથી. જ્યારે સમુદ્ર