________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૦૯ ] ધર્મ સંબંધી સામાન્ય રીતિએ વાત કરતાં આપણને એ ભાસ થાય છે કે, અમુક માન્યતા અથવા અમુક અનુષ્ઠાન ( ક્રિયા અથવા અમુક દાન પુણ્ય) અથવા કર્તવ્ય (ફરજ) આ સવે અર્થો ધર્મને લાગુ પડે છે, પરંતુ ધર્મને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને સર્વમાન્ય અર્થ એ છે કે –વઘુરાવો ધોવસ્તુનો સ્વભાવ એ ધર્મ છે; કારણ કે તે નિરંતર વસ્તુની સાથે જ રહે છે.
કોઈ પણ વસ્તુને કે જીવને જે મૂળ સ્વભાવ છે તે તેને ધર્મ છે. જ્યારે જીવ સ્વભાવમાં રહીને ક્રિયા કરે છે ત્યારે તે ધર્મ પ્રમાણે પ્રત્યે એમ કહેવાય છે. એથી ઊલટું જ્યારે તેની પ્રવૃત્તિ સ્વભાવથી વિરુદ્ધ હોય છે અથવા તેને સ્વભાવ જે વિકારયુક્ત કે ક્ષીણબળ થયે હોય છે ત્યારે તે તેના ધર્મથી વિરુદ્ધ પ્રવર્તતો હોય એમ કહેવાય છે.
હવે આપણે જોઈએ કે આત્માને શે સ્વભાવ છે ? આત્માનો સ્વભાવ જૈન શાસ્ત્રમાં જ્ઞાન વર્ણવ્યા છે.
સર્વ દેશની અને સર્વ કાળની સર્વ વસ્તુઓને સર્વ પ્રકારે જાણવી એટલે કે સર્વજ્ઞપણું હોવું એ એને ખરે અને વિશુદ્ધ જીવસ્વભાવ છે.
પરંતુ સંસારી આત્માને પરિમિત જ્ઞાન હોય છે, અને તે પણ ઇદ્રિને આધીન હોય છે. આ પ્રકારે આત્માને ધર્મ પરમાત્મસ્વરૂપ છે, પરંતુ સંસારી આત્મા પોતાના ધર્મથી ભ્રષ્ટ થયેલું હોય છે અને તેનું સાધ્યબિંદુ શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરવાનું હોતું નથી.