________________
[ ૧૦૬ ]
શ્રી કપૂરવિજયજી
૧૦. લક્ષ્યાલક્ષ્ય, પેયાપેય, ગયાગમ્ય, હિતાહિત તથા ક વ્યાક બ્યને યથાર્થ સમજી, પેાતાને ત્યાજ્યાત્યાજ્યનું ભાન જાગ્રત રહે એ સ્થિતિ ખાસ ઇચ્છવાજોગ છે.
૧૧. પેાતે મન, વચન, કાયા (વિચાર, વાણી ને આચાર)ની પવિત્રતા જાળવી રાખી પાતાના સમસ્ત કુટુંબને પવિત્ર કરવા જરૂર લક્ષ્ય રાખતા રહેવું જોઇએ.
૧૨. દઢ ગુણાનુરાગવડે અન્યમાં રહેલા ઉત્તમ ગુણાને જોઈ પ્રમુદ્રિત થવું અને તેવા જ ઉત્તમ ગુણેા પ્રાપ્ત કરવા આપણી જાતને તૈયાર કરવી જોઇએ.
[ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૧૫૪]
ખરી–અવિહડ પ્રીતિ કેવી હાવી જોઇએ ? “ પ્રીતિ રીતિ કચ્છુ ઔર હૈ, જાણે જાણનહાર;
ગુગે ગુડ ખાયાતણા, સ્વાદ કહે શું બ્હાર ?” ભાવા—ખરી અંતરંગ પ્રીતિ( પ્રેમ-ભક્તિ )ની ખૂબી કઇ વિલક્ષણ જ છે. એ તા જે જાણતા હાય તે જ જાણે. એટલે એવી અદ્ભુત પ્રીતિ-ભક્તિ જેના હૃદયમાં જાગૃત થયેલી છે, જેને તેનુ અપૂર્વ રસાસ્વાદન મળ્યું છે અને તેથી એકતા થવા સાથે જેનામાં નવું ચૈતન્ય રેડાયું છે તે જ તેને ચથા પિછાની શકે છે, પણ તે વર્ણવી શકતા નથી. કાઇ મૂંગા માણસે ગાળ ખાધા હાય, તેના રસાસ્વાદ લીધા હાય, તે તેનુ સ્વરૂપ બીજાને ( પાતાની શક્તિ ઉપરાંત હાવાથી ) શી રીતે સમજાવી શકે ? એ તા જે ખાય તેને જ સમજાય. અનુભવની વાત પણ એવી જ અટપટી છે.