________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૭ ] “પ્રીત મેહ અરુ મેરડી, આવત દે અતિ માન;
પુકારીકે જગમેં કહત, આવત મેહ મહાન.” ભાવાર્થ–મેઘ અને મયૂરને જેવી પ્રીતિ લાગેલી છે. તેવી અકૃત્રિમ પ્રીતિ હેવી જોઈએ. જ્યારે મેઘ આવે છે– આવવાની તૈયારીમાં હોય છે ત્યારે મેર કેકારવ કરી મૂકીને જણાવે છે કે અમારા પ્રાણાધાર અતિ વહાલા અને ઉપકારી મહાન મિત્ર મેઘરાજ પધારે છે.
મેહ પિછાનતા મોર નહિ, મોર કરી તસ પ્રીત; પૂર્વ જન્મકે કર્મ સે, હેત પ્રીત ઈસ રીત.
ભાવાર્થ–જે કે મેઘરાજ મેરને કંઈ ઓળખતું નથી, તેમ તેને મેરની તમા (દરકાર) પણ નથી, છતાં જેમ મોર મેઘના મંગળકારી ગુણોની પિછાન કરી, તેનું આવાગમન હૃદયના ઉમળકાથી વધાવી લે છે–અને મુક્તકંઠેથી તેના નામેત્કીર્તનપૂર્વક ગુણ ગાય છે, યાવત્ મેઘને દેખી જેમ તે નાચે-રાચે છે તેમ પૂર્વોપાર્જિત શુભ કર્મના સંબંધથી ઉત્તમ મનુષ્ય સાથે એવા પ્રકારની શુદ્ધ ગાઢી પ્રીતિ બંધાય છે કે જે અંતરની હોવાથી અનુકૂળ-પ્રતિકૂળ સંગોમાં પણ કાયમ બની રહે છે અને પરિણામે સ્વપર–ઉભયને અનેક જાતના ઉત્તમ લાભ અપે છે.
પ્રીત પ્રીત સબ જન કહે, જુદી પ્રીતકી રીતિ; લેહ ચમક જડ દેઉપે, દેખત ચલત સુજાતિ.”
ભાવાર્થ–પ્રીત પ્રીત સહુ કોઈ મુખથી પોકારે છે, પણ પ્રીતની રીતિ કઈ વિલક્ષણ જ છે. જુઓ ! લેહ અને ચમક ઉપલ (લેહચુંબક પાષાણુ) એ બંને જડ પદાર્થ છતાં એક