________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૦૫ ] ભૂલનું–ઢીલાપણાનું ભાન થાય અને પોતાની શિથિલતાનાં ખરાં કારણ સમજીને તે મીટાવવા પ્રયત્નશીલ થાય તે ખરેખર ઈચ્છવાજોગ છે. આ બાબતમાં ઉત્તમ સાધુ-સાધ્વીઓ ખરેખર માર્ગદર્શક બની શકે તેમ છે.
૫. અજ્ઞાન, મિથ્યાત્વ અને સ્વછંદ આચરણના જેરથી જ્યાં ત્યાં મોહ-મમતા, કલેશ-કુસંપને વધારે અને સદાચારનો લોપ થતો જાય છે, તેથી શાસનની લઘુતા દેખાય છે, એમ સમજી સુજ્ઞ જનોએ પ્રતિદિન બગડતી સ્થિતિ સુધારવા ભગીરથ પ્રયત્ન કરે ઘટે છે.
૬. એક બીજા સાધમી જનેએ શુદ્ધ પ્રેમભાવથી સહુ સાથે ખમતખામણાં કરવાં અને અઢારે પાપસ્થાનકેને બરાબર સમજી લઈ તજવા તત્પર થવું જોઈએ. શુદ્ધ અંત:કરણથી નિ:શલ્યપણે પાપની આલોચના કરી આત્મશુદ્ધિ કરવી ઘટે.
૭. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ને ઉપગ લક્ષણવાળા આપણું આત્માને યથાર્થ ઓળખી લઈ દેહાદિક જડ વસ્તુઓમાં લાગેલી મમતા ટાળવી જોઈએ.
૮. જ્યારે સંત-સાધુજને જ્ઞાનધ્યાન-ગવડે નિજ સ્વભાવમાં મસ્ત રહે છે ત્યારે વધારે વખત નહીં તે વિવેકી ગૃહસ્થ શ્રાવક શ્રાવિકાઓ હમેશાં બે ઘડી સુધી પણ સંવરભાવ (સામાયિક) આદરી અવશ્ય આત્મનિરીક્ષણ કરતાં શિખે એ ઈષ્ટ છે.
૯. માર્ગાનુસારીપણાના પાંત્રીશ ગુણેનું તથા ધર્મપ્રાપ્તિ ગ્ય અક્ષુદ્રતાદિક એકવીશ ગુણેનું દરેક આત્માથી જન સદા ય અનુશીલન કરતા શિખે એ જરૂરનું છે.