________________
[ ૧૦૪ ]
શ્રી કર્ખરવિજયજી જ્યાં ત્યાં નાના મોટા સહુમાં ચા, બીડી વગેરે કુવ્યસને સેવવાની કુટેવ બહુ વધતી જાય છે. તેથી નાહક દ્રવ્યને તથા શરીરના આરોગ્યને ક્ષય થાય છે, ધર્મસાધન થઈ શકતું નથી અને આળસ–પ્રમાદ વધવાથી બીજાં અનેક અપલક્ષણો દાખલ થાય છે. આથી ઉપર જણાવ્યા ઉપરાંત જે જે કુટેવથી બગાડે વધતા જત જણાય તે તે સઘળી કુટે તજી દેતાં જેટલા પૈસા ને સમયાદિકને બચાવ થાય તેને સદુપયોગ રેગ્યતા મુજબ તેઓ વિવેકથી કરતાં શિખે એ જ ઈષ્ટ છે.
૩. જ્યાં ત્યાં ગમે તેવા વ્યાપાર-વ્યવસાયમાં અનીતિ-અન્યાય ને અપ્રમાણિક્તાભર્યું આચરણ બહુધા થતું હોવાથી, એવાં દોષિત અન્નપાણુ આરોગવાવડે બુદ્ધિ મલિન થાય છે, તેથી વિચાર-વાણ હલકાં બને છે, શાખ-પ્રતિષ્ઠા ઘટે છે, ડોળડીમાક–મિથ્યાડંબર વધે છે, તથા ઉચાટ-અસ્થિરતાનો પાર રહેતું નથી. તેથી જ મૈત્રી, કરુણા ને પ્રમોદાદિક ભાવના અંતરમાં પરિણામ પામતી નથી અને તથાવિધ પાત્રતા વગર ચિન્તામણિ રત્ન જેવો અમૂલ્ય ધર્મ પ્રાપ્ત થઈ શકતું નથી. શુદ્ધ ધર્મરત્નના અથી જનેએ તો અનીતિ-અન્યાય અને અપ્રમાણિક્તાને સર્વથા ત્યાગ કરી, ખરી પાત્રતા મેળવી લેવા પૂરતો પ્રયત્ન કરવાની ભારે જરૂર છે.
૪. શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મતત્વને યથાર્થ ઓળખી લઈ, તેમાં દઢ પ્રતીત (શ્રદ્ધા-આસ્થા) રાખી, એકનિષ્ઠાથી તેની સેવાઉપાસના કરનારા ભવ્યજને ભવસાગરને પાર પામી શકે છે; પરંતુ સત્વહીન જન તથાવિધ શુદ્ધ સમજ, શ્રદ્ધા અને નિશ્ચયબળની ખામીથી તેમાં વારંવાર સ્કૂલના પામે છે. તેમને