________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૦૩ ] વિરુદ્ધ છે. જીવહિંસા કરાવવી તે બહુ ભારે ઘાતકી કર્મ છે. જેમનું માંસ નિર્દયતાથી કાપવામાં આવે છે તેને પ્રાણઘાત કરતાં તેને પારાવાર અસાતાને ઉદય થાય છે. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ જેનો જેનો હાથ હોય છે તે સહુને તેનું દુરંત કહુક ફળ ભેગવવું જ પડે છે, એમ સમજી જે સજજને એવા અકાર્યથી વિરમશે તેઓ બેશક સુખી થશે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૪૧ ].
ચાતુર્માસ રહેલા મુનિ માટે. ચાતુર્માસ કરવા સ્થિત રહેલા સાધુ-સાધ્વીઓએ જૈન શાસનની રક્ષા અને ઉન્નતિ અથે સ્થાનિક જૈન ભાઈબહેનને નીચેની બાબતોને તાકીદથી ને દઢતાપૂર્વક અમલ કરવા
આપ જોઈને જરૂરી ઉપદેશ. ૧. ચોમાસાના ચાર માસ અને બાકીના વખતે પણ બને તેટલા પ્રયત્નપૂર્વક મૈથુન સેવવા(વિષયવિલાસ)નો ત્યાગ,
વીર્ય સુરક્ષિત રાખી ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષાદિક સદ્દગુણોને ધારી ( આદરી) સ્વપરહિત-સાધનામાં સહુએ સાવધાન રહેવું જોઈએ, કારણ કે તે વગર પશુની પેઠે વિવેક રહિત વિષયવિલાસમાં સ્વશક્તિને બેહદ વિનાશ કરી નાખવાથી દિનપરદિન સવહીનતાવડે નિર્માલ્યતા વધતી જાય છે, અનેક પ્રકારના રેગ-ઉપદ્રવોનો ત્રાસ સહન કરવો પડે છે અને લગભગ પશુની જેમ અવતાર પૂરે કરી, મરણને શરણ થતાં સંતતિનું હિત પણ બગાડતા જાય છે.
૨. આજકાલ અંધ અનુકરણ કરવાની રીત વધી પડવાથી