________________
[ ૧૦૦ ]
શ્રી કપૂરવિજયજી ભેદભાવ મીટાવી સૌએ અભેદભાવ-સુસંપથી
રહેતા શીખવું જોઈએ. જિન-અરિહંત-વીતરાગદેશિત ધર્મ–માર્ગ એટલે બધે વિશાળ-ઉદાર છે કે તેનો ગંભીર આશય સમજતાં સૌ કોઈ તેને અનુસરી શકે, અને તેને યથાર્થ ભાવે અનુસરનાર સહુ કેઈને તેમાં સમાવેશ થઈ શકે. એટલે તે સહુ સાધમી–સમાનધમી જ લેખાય. તેમ છતાં અત્યારે કહેવાતા જેમાં જ્યાં ત્યાં ભેદભાવ-કુસંપ કેમ દેખાય છે ? અભેદભાવ-સુસંપ કેમ જણાતું નથી ? તેનું ખરું કારણ અજ્ઞાન-ધર્મમાર્ગનું યથાર્થ અજાણપણું એ જ સંભવે છે.
આમ હોવાથી જીવને ઉન્માદ–સ્વછંદ યા આપખુદ વર્તન કરવાનું ગમે છે. રાગ, દ્વેષ ને મોહાદિક દોષમાત્રને તજી, ખાસ સમભાવ આદરવા જિનેશ્વર પ્રભુએ ભવ્યજનેને દરેક પ્રસંગે બેધ આપેલ છે, તે તરફ કોઈક વિરલા જ્ઞાની જને જ લક્ષ રાખતા હોય છે. બાકીના બીજા તે નિજ નિજ
દે, બહુધા રાગ, દ્વેષ ને મેહની પ્રબળતાથી ચાલતા રહે છે. આથી જ જ્ઞાતિ, ધર્મ વિગેરેમાં અનેક તડાં પડે છે અને તે પ્રતિદિન વધતાં જ જાય છે.
એમાંથી જ કલેશ-કુસંપને હાનિકારક પ્રસંગ પ્રવર્તે છે. ખરા જ્ઞાની શ્રદ્ધાળુ જેન તેવા કલેશ-કુસંપને મીટાવવા અને સંપ-શાન્તિ સ્થાપવા ઈચ્છે છે, તેમજ તેવી સુંદર ભાવના સાથે સુંદર પરિણામ લાવવા કોશીશ પણ કરે છે, પરંતુ જ્યાં સુધી સામામાં રાગ, દ્વેષ ને મહાદિકનું જોર અતિ ઘણું હોય