________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૯૯ ] ૧૧. દરેક યુવકે સ્વજીવનનિર્વાહ નીતિવાળા પ્રમાણિક વ્યવસાયવડે કરી લેવા દૃઢ નિશ્ચય કરે અને તેમાંથી પ્રાણાને પણ ચળવું નહીં.
૧૨. સત્ય ને હિત, મિત વચન જ બોલવાની સાએ આદત પાડવી.
૧૩. કુટુંબમાં ને નાત-જાતમાં કલેશ-કુસંપ વધે નહીં પણ ઘટે તેમ ડહાપણુથી જાતે વર્તવું અને બીજાઓને તેવી જ પ્રેરણું કરવી.
૧૪. ખોટો ઠઠાર–આડંબર કરવાની લાંબા વખતની ટેવ સોએ તજી દેવી.
૧૫. ખાનપાનમાં ને પોશાકમાં જે જે દેશે જાણ્યા છતાં સેવાતા હોય તે સઘળા હવે ચીવટ રાખીને તરત જ દૂર કરવા.
૧૬. શુદ્ધ સ્વદેશી વસ્તુઓના ચૂસ્ત હિમાયતી થવું, મુગ્ધ જનની જેમ નકામા ન્હાના કાઢી ઢીલા થવું નહીં. સાચી વસ્તુને પકડવી અને તે પ્રાણાન્ત પણ તજવી નહીં.
૧૭. અહિંસા, સત્ય, અસ્તેય ને બ્રહ્મચર્યાદિક સદાવ્રતનું સ્વરૂપ યથાર્થ જાણવા જરૂર ખપ કરે અને સાએ શક્તિ મુજબ તેનું પાલન પણ કરવું. જેમ જયકારી જૈનધર્મને ખરે ફેલાવો થાય તેમ તનમન-ધનથી પ્રવર્તવું.
[ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૩૬. ]