________________
[ ૧૮ ]
શ્રી કર્ખરવિજયજી ૪. બીજામાં જે જે સદ્ગણે જણાય તે સંકેચ વગર આદરવા ખપ કરવો અને તેવા સગુણોની ઘટતી પ્રશંસા કરવાનું ભૂલવું નહીં.
૫. તથાવિધ વ્યવહારિક, નૈતિક ને ધાર્મિક જરૂરી કેળવણીની રહેલી ખામીથી આપણામાં જ્યાં ત્યાં કલેશ-કુસંપ પ્રસરેલો જેવાય છે તે દૂર કરવા અને સુસંપ સ્થાપવા ભગીરથ પ્રયત્ન કરો.
૬. “કહેવા કરતાં કરી દેખાડવું ભલું' એ ન્યાયે હવે નકામી મોટી મોટી વાતો કરીને છૂટા પડવાની પડેલી કુટેવને તિલાંજલી આપીને જે કામથી આપણું ચક્કસ હિત થાય તે કરવા મંડી જવું.
૭. શક્ય ને હિતકારી કાર્ય પ્રમાદ તજી જાતે કરવું, કરનારને બનતી મદદ કરવી અને તેની ઘટતી પ્રશંસા કરવી, પરંતુ નિંદા–ટીકા તે કદાપિ કરવી નહીં.
૮. જેન–શ્રાવક એગ્ય આચારવિચારથી સારી રીતે વાકેફગાર થવું અને સાએ સુશ્રદ્ધા રાખી તેનું સેવન સાવધાન પણે કરવું.
* ૯. ખરા જેનેને છાજે એવા આચારવિચારની ગંભીર ખામીથી આપણી નિંદા (ટકા) થવા પામતી હોય તે તત્કાળ સુધારી દૂર કરી દેવી.
૧૦. આપણા દરેકનું જીવન સાદું ને સંયમી બને તેવા ઉપાય શોધવા, અને જાતે તેને આદર કરી, બીજાને માટે ખરે દાખલે બેસાડે.