________________
[ ૭ ]
લેખ સંગ્રહ : ૩ :
જૈન યુવક પરિષદને સૂચના
આપણું જેન યુવકોનું સંમેલન બહુ જ ઉદાર ભાવનાથી કે એક સુશિક્ષિત અને ઉત્તમ સંસ્કારવાળા મહાશયના અધ્યક્ષપણા નીચે થવું જોઈએ, એવી મારી ઘણા વખતની ભાવના હતી તથા હું પોતે તેવા પ્રસંગે હાજર રહી યથા. શક્તિ તેમાં ફાળો આપી શકું એવી અંતરની ઈચ્છા હતી, છતાં અત્યારે તેમ બનવું મુશ્કેલ લાગે છે. ફક્ત તેમાં સક્રિય ભાગ લેવા સારુ ભેગા થયેલા સભ્યોને કંઈક સંદેશરૂપ બે વચન પાઠવીને મારે સંતોષ પકડ પડશે એમ મને લાગે છે.
૧. વર્ષમાં એક વાર અથવા બે વાર સુગ્ય સ્થળે જેના યુવકેનું સંમેલન નિયમિત રીતે બંધારણસર મળી શકે એવી બેઠવણ કરવી અને ફરી મળવાના સમય સુધીમાં કરવા ગ્ય કાર્યની રૂપરેખા નક્કી કરી તેને અમલ કરવા એ પૂરતી ખંત રાખવી.
૨. આરંભે શૂરાપણાનું આપણા પરનું કલંક ભૂંસી નાખવું.
૩. આપણામાં જે જે પ્રકારની ખામીઓ હોય તે તે શોધી કાઢવી અને તે દૂર કરવા તન-મન-ધનથી સતત ઉદ્યમ કરે.
૪ ભાવનગરમાં સંવત ૧૯૮૦ની સાલમાં જૈન યુવક પરિષદૂ મળવાની હતી અને તે કારણવશાત મુલતવી રહી હતી. તે પ્રસંગે પરિષદના કાર્યવાહકો તરફથી કંઈક હિત-સૂચના લખી મોકલવા સ્વ. સ. ક. વિ. મહારાજને પ્રેરણા થવાથી તેમણે જે સમયોચિત સ્કુરણ થઈ તે સૂચનારૂપ સંદેશો મોકલ્યો હતો તે અહીં આપવામાં આવેલ છે. સંગ્રાહક.