________________
[ ૯૪ ]
શ્રી કપૂરવિજયજી ૪૨. સ્થાપનાચાર્ય સમિપે પ્રતિક્રમણ કરતાં પહેલા સ્થાપનાચાર્યને અને પછી વૃદ્ધને અનુક્રમે બે, ચાર કે છ મુનિઓને ક્ષામણ કરાય. બીજા મુનિ ન હોય તો માત્ર સ્થાપનાચાયને જ ખમાવાય.
૪૩. મેથી આયંબિલમાં કપે. મેથી દ્વિદળ છે, ને દ્વિદળ આયંબિલમાં કપે છે.
૪૪. સામાયિક લઈ સ્વાધ્યાયના આદેશ માગ્યા પછી ખમાસમણ થઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! મુહપત્તિ પડિલેહું? એમ કહી આદેશ માગી મુહપત્તિ પડિલેહીને પચ્ચખાણ કરવું.
૪૫. સાધ્વીઓ ઊભી ઊભી વાંચના લે. ૪૬. કુળ-કેટિ ૧૦૮ પુરુષો વડે જાણવી.
૪૭. આ અવસર્પિણી કાળમાં સાત અભવ્ય પ્રસિદ્ધિમાં આવ્યા છે.
૪૮. મ્લેચ્છ અને માછીમારાદિક શ્રાવક થયા હોય તે તેમને જિનપ્રતિમા પૂજવામાં લાભ જ છે. જે શરીર અને વસ્ત્રાદિકની શુદ્ધિ હોય તે પ્રતિમા પૂજવામાં નિષેધ જાણો નહિ.
૪૯ શિષ્ય સારી રીતે ચારિત્ર ન પાળે અને ગુરુ મેહવશે કરીને તેને ન વારે તો ગુરુને પાપ લાગે, અન્યથા ન લાગે.
૫૦. સાધ્વીને વંદન કરતાં શ્રાવકો “અણુજજાણુહ ભાગવતી પસાઉ કરી” એમ કહે.