________________
લેખ સંગ્રહ : ૩ :
[ æ ] ૩૬. જે સાધુ વસ્ત્રને થીગડું દે અથવા થીગડું દેવાને અનુમોદે તેને ઘણા દેષની પ્રાપ્તિ થાય, કારણ કે ત્રણ થીગડાં ઉપરાંત ચોથું થીગડું દેનાર મુનિને માટે શ્રી નિશીથ સૂત્રના પહેલા ઉદ્દેશામાં પ્રાયશ્ચિત કહેલું છે.
૩૭. નિરંતર બહુ જ મુક્તિએ જાય તેથી મુક્તિ સાંકડી થઈ જતી નથી અને સંસાર ખાલી થઈ જતો નથી, જેમ વર્ષાદના જળથી ઘસડાઈ ગયેલી પૃથ્વીની માટી પુષ્કળ સમુદ્રમાં જાય છે પણ તેથી સમુદ્ર પૂરાઈ જતો નથી અને પૃથ્વી પર ખાડા પડી જતા નથી.
૩૮. છ માસથી અધિક કેવળજ્ઞાનીપણે રહે તે અંતે કેવળીસમુદ્દઘાત કરે, તેથી ઓછી સ્થિતિવાળા કરે અથવા ન કરે.
૩૯. રાઈ પ્રમુખ ઉત્કટ દ્રવ્યમિશ્રિત હોવાથી કાંજિકવટકાદિક વસ્તુઓનું કાળમાન વૃદ્ધપરંપરાથી બે રાત્રિ અથવા બાર પ્રહરાદિનું કહેવાય છે.
૪૦. જે શ્રાવક મરણ સમય પર્યત નિરતિચાર સભ્યત્વ પાળે તે તે વૈમાનિક દેવ જ થાય. તે સિવાય યથાસંભવ અન્ય ગતિમાં પણ ઉપજે તેમ જ મહાવિદેહ ક્ષેત્રાદિકમાં મનુષ્યપણું પણ પામે.
૪૧. આસો માસના અસ્વાધ્યાય દિન ત્રણ ( પ્રાય: ૮-૯-૧૦ ) તથા ત્રણ ચામાસીના અસ્વાધ્યાય દહાડાને વિષે ઉપદેશમાળાદિક ગણાય છે.
* આ કલમમાં વિરોધાભાસ લાગે છે. પ્રથમ થીગડું દેવાની બીલકુલ ના પાડે છે અને પછી નિશીથ સૂત્રમાં ત્રણ થીગડાં ઉપરાંત થાને માટે પાયશ્ચિત્ત કહ્યું છે તે વિચારવા જેવું છે. સંગ્રાહક,