________________
[ ૨ ]
શ્રી કપૂરવિજયજી
સરખા એ વિભાગ થાય તેવા ધાન્યાક્રિકને આચાર્ય દ્વિદળ કહે છે.
૨૮. જે નાસ્તિક ( શ્રદ્ધાહીન ) ડાઇને ઉપધાન વહેવાથી નિરપેક્ષ હાય તેને અનંતસંસારી જાણવા એમ શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે.
૨૯. ચાતુર્માસમાં સાધુને રાગી સાધુના ઔષધાદિકના કારણે ચાર-પાંચ ચેાજન સુધી જવું કહ્યું, પરંતુ કાર્ય પૂર્ણ થયે એક ક્ષણ પણ ત્યાં રહેવુ ક૨ે નહિ.
૩૦. પ્રથમ અન્યપક્ષીઓએ પ્રણામ કર્યે છતે શ્રાવકે યથાવસર વર્તાવુ.
૩૧. મિથ્યાદષ્ટિને મિથ્યાદ્રષ્ટિ એમ સમયને અનુસરીને કહેવુ, અથવા ન કહેવું.
૩ર. ચસરણ પયના સાધુઓને તેમ જ શ્રાવકાને કાળવેળાએ પણ ગણવા ક૨ે તેમ જ અસ્વાધ્યાયવાળા દિવસે પણ ગણુવા કલ્પે.
૩૩. ચઉસરણાદિક ચાર પયજ્ઞાએ આવશ્યકની જેમ બહુ ઉપયાગી હાવાથી ઉપધાન-યાગવહન વિના પણ પરંપરાએ ભણાવાય છે, તેથી તે પરંપરા જ તેમાં પ્રમાણ છે.
૩૪. ઉઘાડે માઢે ખેલવાથી ઇરિયાવહીના દંડ આવે.
૩૫. વાંઢણા દેવાને અવસરે વિધિ સાચવવા માટે ઉઘાડે માઢે ખેલતાં છતાં પણ પ્રમાદ નહાવાથી ઇરિયાવહી ન આવે.