________________
[ ૯૦ ]
શ્રી પૂરવિજયજી કરી શકાય, પણ જેણે તિવિહારનું પચ્ચખાણ કર્યું નથી તેણે ચૌવિહારનું પચ્ચખાણ કરવું.
૧૧. વિકદ્રિય મરણ પામી મનુષ્યપણું પામે, તે ભવમાં સર્વવિરતિપણે પામે પણ મેક્ષે ન જાય, એમ સંગ્રહણિવૃત્તિમાં કહ્યું છે.
૧૨. સાધુની જેમ સાધ્વી ચારણશ્રમણ લબ્ધિવાળી હેતી નથી.
૧૩. શરીર અને ઉજેણીની વચ્ચે ચંદ્રમાનો ઉદ્યોત હોય તો પણ ઉજેહી લાગે, પણ જે શરીર ઉપર ચંદ્રનો ઉદ્યોત પડતે હોય તે ઉજેહી ન લાગે.
૧૪. પ્રભાતે મેળવેલું દહીં સોળ પહોર પછી અભક્ષ્ય થાય પણ તે સોળ પહોરનો નિયમ નથી કારણ કે સંધ્યા સમયે મેળવેલું દહીં બાર પહેાર પછી અભક્ષ્ય થાય છે.
૧૫. શ્રીમંત તથા ગરીબની અપેક્ષાએ ઊંચ-નીચ કુળમાં (સમવૃત્તિ) ગોચરીએ ફરવાથી સામુદાની ભિક્ષા કહેવાય.
૧૬. મંડળીને આયંબિલે ઉપસ્થાપના પછી (વડી દીક્ષા આપ્યા પછી) જ કરવા સૂજે.
૧૭. દ્રવ્યલિંગીઓનું દ્રવ્ય જિનમંદિર તથા જિનપડિમાના ઉપયોગમાં ન આવે, જીવદયા ને જ્ઞાનભંડારમાં ઉપયોગી થાય.
૧૮. રાત્રે ચેવિહાર પચ્ચખાણવાળાને સ્ત્રીસેવનમાં એકચુંબન કરવાથી પચ્ચખાણ ભંગ થાય, અન્યથા ન થાય