________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૮૯ ] તે દેવલે કાદિકમાં તે જીવને જેટલું અવધિજ્ઞાન હોય તેટલું તે તીર્થકરને ગૃહસ્થપણામાં હોય અર્થાત્ ગૃહસ્થ તીર્થકરામાં અવધિજ્ઞાન વધતું ઓછું હોય, સર્વ તીર્થકરને સરખું ન હોય.
૪. વર્ષાકાળમાં સાધુ જ્યાં ચાતુર્માસ રહ્યા હોય ત્યાંથી પાંચ ગાઉ સુધીના સંવિજ્ઞ ક્ષેત્રમાંથી કારણ સિવાય ચાતુર્માસ પૂર્ણ થયા પછી બે માસ સુધી વસ્ત્રાદિક લેવું કપ નહિ, એ અધિકાર નિશીથચૂર્ણિમાં છે.
૫. કૃમિહર એવા નામથી પ્રસિદ્ધ થયેલ અજમે વૃદ્ધજ્ઞાની પુરુષોએ અચિત્ત માન્ય છે.
૬. કાળવેળાએ (મધ્યાહુને, ઉભય સંધ્યા સમયે) નિયુક્તિ, ભાષ્યાદિક સર્વનું પઠન પાઠન કરવું આચારપ્રદીપાદિ ગ્રંથમાં નિષેધ્યું છે.
૭. ઉપધાનમાં પહેરાતી માળા સંબંધી સેનું, રૂપું, રેશમ કે સૂત્ર વિગેરે સર્વ દેવદ્રવ્ય થાય એવો સંપ્રદાય છે.
૮. શય્યાતર તે જેની નિશ્રાના ઘરમાં રહીએ તે જ કહેવાય એમ શ્રી બહકપાદિકમાં કહ્યું છે, ગંભીર કારણે તે તેના ઘરનું લેવું (વહોરવું) પણ કપે છે.
અને બેથી અંતરિત પરંપરસંઘટ્ટ તજવા રોગ્ય છે, ત્રણવડે અંતરિત હોય તો સંઘટ્ટ ન લાગે.
૧૦. સાંજની પડિલેહણ વખતે તિવિહારનું પચ્ચખાણ કર્યું હોય તે પડિકામણ વખતે પાણહારનું પચ્ચખાણું