________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૮૭ ]
પાલન કરવારૂપ અપ્રમત્તતા સમજવી. આત્મતત્વના પ્રકાશથી બીજા કેઈની પ્રેરણા વિના પોતાની ભૂલ પોતે જ સુધારી શુદ્ધ થાય તે ચકેર પુરુષ આત્મગુરુ હોઈને અપ્રમત્ત ગણી શકાય. આવા અધિકારી પુરુષો સ્થિરતાદિક અનેક ગુણગણાલંકૃત હોઈ સ્વપર અનેક જીવને ઉપકારક હોઈ શકે છે. એવા પુરુષને ધન્ય છે. તેવા પુરુષરનોવડે જ યદુત્સા વસુધાને આ અમૂલ્ય કહાણુ પ્રચલિત થઈ છે. તેવા મહાપુરુષોની માતાઓ પણ રત્નકુક્ષિઓ ગણાય છે. તેવા અપૂર્વ ચિંતામણિ કલ્પવૃક્ષાદિક જેવા મહાપુરુષોને વારંવાર ત્રિકાળ ત્રિધા નમસ્કાર હો !
કલ્પવૃક્ષની જેમ જેઓની શીતળ છાયા આશ્રિત જનને પરમાનંદજનક હોઈ અવશ્ય આશ્રય કરવા યોગ્ય છે. આવા આત્માઓની નિર્દભ ભક્તિ કરનારા પણ અંતે આત્મકલ્યાણ કરે છે, અનાદિ કાળના વિભાવ ઉપગથી થતો આત્માને અશુભ યા અસ્થિર પરિણામ શુભ નિમિત્ત(સામગ્રી)ને દઢ અભ્યાસ વડે વારી-રોકી, આત્મ અવલોકન-નિરીક્ષણ કરવા સ્વભાવકામીમેક્ષાથી થઈ ખપ કરે તે ઉક્ત લાભ જરૂર જીવ હાંસલ કરી શકે, છતાં તે ધ્રુવ લાભ લેવા જોઈએ તે પ્રયત્ન કરતો નથી.
જીવ કંઈક વાંચે છે, ભણે છે, ગણે છે ખરે પણ તે વાંચેલું કે ભણેલું પાછું અમલમાં મૂકવા અર્થાત્ તે પ્રમાણે વર્તવા જોઈએ તે ખપ-અભ્યાસ કરતો નથી, જેથી જીવ ગુણ– કોટિમાં આગળ વધી શકતો નથી. બુદ્ધિથી વર્તતા જીવને વિશેષ દુખ ન થાય, પણ ઘણી વખત આથી ઊલટું જ જોવામાં આવે છે. અર્થાત્ વારંવાર હું અને મારાપણાની બુદ્ધિથી જ પરભાવમાં પેસતો જાય છે, જેને પરિણામે ઘણુ વાર આત્માના